Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ઐતિહાસિક ભીડ ભંજન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે મહોત્સવ, મહાપ્રસાદ અને લોક ડાયરાનું આયોજન

Share

ભરૂચ શહેરના ઐતિહાસિક ભીડ ભંજન મંદિરે આવતી 2 એપ્રિલ 2026, ગુરુવારે હનુમાનજી દાદાના જન્મોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવનાર છે. આ પ્રસંગે દિવસભર ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદ અને સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

મંદિર ખાતે સવારના 7 વાગ્યે આરતી અને ત્યારબાદ સવારે 9 વાગ્યે સુંદરકાંડ પાઠ યોજાશે, જેમાં વક્તા તરીકે જયેશભાઈ પંચોલી દ્વારા પાઠ કરવામાં આવશે. સાંજે 7 વાગ્યે આરતી બાદ 7:30 વાગ્યે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

Advertisement

સાંજે ભક્તિ અને મનોરંજનનો સંગમરૂપ લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં જાણીતી કલાકાર શ્વેતાબેન સોલંકી તેમજ આર.જે. હર્ષ (એક્ટર, કલર્સ રસોઈ શો) ઉપસ્થિત રહી કાર્યક્રમને રોમાંચક બનાવશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આદરણીય રમેશભાઈ વેનીલાલ મોદી તથા તેમનો પરિવાર ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન ભીડ ભંજન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સર્વે ધર્મપ્રેમી ભક્તોને ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.


Share

Related posts

કૃષિ વિભાગ દ્વારા એજન્સીઓને બિયારણ નો કોન્ટ્રાક્ટ અપાતા તપાસની માંગ કરતા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા

ProudOfGujarat

નડિયાદ રેલવે સ્ટેશનનું નિર્માણકાર્ય વર્લ્ડ કલાસ બની રહેશે : કેન્દ્રીય રેલવે મંત્રી.

ProudOfGujarat

CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, રાજ્યમાં પ્રથમ વખત યોજાશે નેશનલ ગેમ્સ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!