Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓસ્ટ્રેલીયા મા ઉમેશ બારોટ ના ગરબા ની ધૂમ…અને ખાસ વિશેષ બેબીને બોર્નવિટા પીવડાવો ગીત ઉપર જન મેદની આફરીન…

Share

હાલમા ગુજરાતના સુપ્રસીધ્ધ લોક ગાયક,ઉમેશ બારોટ ના ગરબાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. શક્તિ ઈવેન્ટ્સ સિડની ધ્વારા ઑસ્ટ્રેલીયાના તમામ મુખ્ય શહેરો મા ઉમેશ બારોટ ના ગરબા નુ ભવ્ય આયોજન કરવામા આવ્યું છે.
સિડની ના ગરબા ની ભવ્ય સફળતા બાદ ઓસ્ટ્રેલીયા ના મેલબોર્ન ખાતે બોલિવૂડ નાઈટ તથા ગરબા નો પ્રોગ્રામ યોજાયો હતો.બે દિવસ ના આ પ્રોગ્રામ મા પાંચ હજાર થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો.
પ્રોગ્રામ ના સ્થળ ઉપર ગરબા પ્રેમીઓની લાઇન લાગી ગઇ હતી.અનેક અવનવા ગીતો અને ગરબાના તાલે લોકો મન મુકીને નાચ્યા હતા.
ખાસ વિશેષતામાં બોલિવૂડ નાઈટ ના પ્રોગ્રામ દરમિયાન અનેક વખત ઉમેશ બારોટ ઉપર ડોલર નો વરસાદ થયો હતો.અને પ્રોગ્રામ બાદ ઉમેશ બારોટ સાથે તેના ચાહકોએ સેલ્ફિ લેવા માટે લાઇન લગાડી હતી.
સાજીદ અહેમદની ઢોલ ટ્રેઝરની ટીમે અનોખુ આકર્ષણ જમાવ્યુ હતુ. બેબીને બોર્નવિટા પીવડાવો હરણી સાવજ નો શિકાર જેવા અનેક ગીતો ઉપર જન મેદની આફરીન થઇ ગઈ હતી.

Advertisement

Share

Related posts

તાંતિથૈયામાં ગેરકાયદેસર બાંધકામનો કૌભાંડ? : નિયમોને ઠેંગા બતાવી રામદેવ રેસીડેન્સીમાં ધમધમતું બાંધકામ, તંત્રની ભૂમિકા શંકાના ઘેરામાં

ProudOfGujarat

રાજપીપળા નજીક આંબલી ગામે પિક-અપ ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મુલદ નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહનની અડફટે દીપડાનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!