Proud of Gujarat
FeaturedGujaratINDIA

બાયપાસ ચોકડીથી દેરોલ સુધીના માર્ગને ફોરલેન બનાવી લાઇટની વ્યવસ્થા કરવાની માંગ સાથે આવેદનપત્ર

Share

ભરૂચના એક સામાજિક કાર્યકર સુહેલ પટેલે આજરોજ ભરૂચના ક્લેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને ભરૂચની બાયપાસ ચોકડીથી દેરોલ સુધીના માર્ગને ફોરલેન બનાવી અને રોડ પર લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરી છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બાયપાસ ચોકડીથી કંથારીયા થઈ જંબુસર જતાં માર્ગ વિલાયત જી.આઇ.ડી.સી ને જોડતો માર્ગ હોય આ માર્ગ પર ભારેથી અતિભારે ઓવરલોડથી પસાર થતી અને માર્ગ ટુ લેન હોવાથી કાયમી ટ્રાફિકની સમસ્યા રહેતી હોય અને અકસ્માત સર્જાતા હોય છે. શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ સાથે સંક્ળાયેલી ગાડીઓ પણ આ રસ્તેથી પસાર થતાં ત્રાહિમામ પોકારતી હોય અને બાયપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

મુલેર ગામે ધંધાકીય અદાવતે કાર ચડાવી હત્યાનો પ્રયાસ : મુખ્ય સૂત્રધાર સહિત ત્રિપુટી ઝડપાઈ, ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન

ProudOfGujarat

નડીઆદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય દ્વારા આંતરરાષ્ટ્રીય ન્યાય દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : નગરપાલિકા ખાતે વિરોધપક્ષ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવા સામે સત્તાધારી પક્ષે પોલીસની દીવાલ ઊભી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!