Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ રેલવે પોલીસે 6.63 લાખની 5562 દારૂની બોટલો પર બુલડોઝર ફેરવ્યું

Share

ભરૂચ રેલવે પોલીસ દ્વારા અલગ અલગ 268 જેટલાં ગુનાઓમાં કુલ 6.63 લાખનો વિદેશીદારૂ ઝડપી પાડ્યો હતો. જેના નિકાલ કરવા માટેની કોર્ટે મંજૂરી આપતાં શુક્રવારે ચાવજ પાસે આવેલી વિડીયોકોન કંપનીમાં અવાવરુ જગ્યાએ 6.63 લાખના વિદેશીદારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કર્યો હતો.
ભરૂચ રેલવે પોલીસ દ્વારા પાછલાં વર્ષોમાં કરેલાં વિદેશીદારૂની હેરાફેરીના કેસો પૈકીના 268 કેસમાં ઝડપાયેલો વિદેશીદારૂનો જથ્થાના નિકાલ માટે રેલવે પોલીસે ફાઇલ તૈયાર કરી હતી. કોર્ટમાંથી દારૂના જથ્થાના નિકાલ માટેની પરવાનગી મળતાં ભરૂચ રેલવે પોલીસે શુક્રવારે સવારે ચાવજ પાસેની વિડીયોકોન કંપનીમાં વિદેશીદારૂનો નાશ કરવાનું આયોજન કર્યું હતું. ભરૂચ એસડીએમ, મામલતદાર તેમજ આબકારી વિભાગના અધિકારીઓ સહિત રેલવે ડીવાયએસપી જી. એસ. શ્યાન તેમજ પીઆઇ એચ. વી. તડવી, પીએસઆઇ અજિત એન લકુમ તેમજ અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો. પોલીસે 268 કેસમાં ઝડપાયેલી કુલ 6,63,235 રૂપિયાની મત્તાના વિદેશીદારૂની 5562 બોટલ-કેન પર બુલડોઝર ફેરવી નિકાલ કર્યો હતો. દારૂ પર બુલડોઝર ફેરવતી વેળાં આગ લાગવા જેવી કોઇ ઘટના બને તો તુરંત કાબુમાં લઇ શકાય તે માટે ફાયર વિભાગની ટીમને પણ તૈનાત રાખવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ઓનલાઈન છેતરપીંડીના બનાવો વધ્યા : વકીલ સહિત ત્રણ અલગ-અલગ લોકોએ અંકલેશ્વર શહેર પોલીસને ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

ડેડીયાપાડાના સાબુટી ગામમાં ગૌચરની જમીનમાં ચર્ચનું બાંધકામ બંધ કરવા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડેડીયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

ઝઘડિયાના જેસપોરના અમરનાથ યાત્રાએ ગયેલ યાત્રીનું હ્રદયરોગના હુમલાથી મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!