Proud of Gujarat
FeaturedGujarat

ગુજરાતમાં ૫ત્રકારો ઉપર થતા હુમલા તેમજ ગેરવર્તન કરનારાઓ સામે ફોજદારી રાહે ફરીયાદ નોંધવા અને વડોદરા જીલ્લાના વાઘોડીયા મતવિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ભાજ૫ ૫ક્ષમાંથી બરતરફ કરવાની માગ ને લઇને અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ ના પત્રકારો એ મુખ્યમંત્રી ને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું.

Share

અહેવાલ-પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ

ગુજરાતમા પત્રકાર પર વઘતા હુમલા અને ગેરવર્તણુંક-દાદાગીરી કરનાર સામે ફોજદારી ગુનો નોઘાવાની માગ સાથે અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ એ મુખ્યમંત્રી ને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમા જણાવ્યું હતું કે.. ગુજરાતમાં લોકશાહીના ચોથા સ્થંભ સમાન પ્રેસ અને મીડિયાની આઝાદી જોખમમાં મુકાઇ ગઈ હોત તેમ લાગે છે. ત્યારે આવા બનેલા બનાવોની તપાસ અને સમગ્ર ગુજરાતના પત્રકાર જગતમાં સલામતી અને સુરક્ષા માટે ગુજરાત સરકાર દ્રારા ૫ગલા ભરાય તે જરૂરી છે. તાજેતરમાં ટીવી9 ગુજરાતી ન્યુઝ ચેનલના પત્રકાર ચિરાગ પટેલનું રહસ્યમય મોત, ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા મીડિયા ને આપેલી ધાક ધમકીથી ગુજરાતમાં મીડિયાની સલામતી ચિંતાજનક હોવાની લાગણી સર્જાઈ છે. પત્રકારો સમગ્ર મીડિયા જગતની સલામતી માટે સરકાર દ્રારા યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. ગુજરાતમાં ૫ત્રકારો ૫ર થતા હુમલા અને પોલીસ કે સરકારી અધિકારીઓ દ્રારા ગેરવર્તુણક અને અ૫માનનીતા બનાવો વધી રહ્યા છે. ત્યારે મીડિયા હવે આકરા પાણીએ છે. ગુજરાતમાં મીડિયા પ્રત્યે હોતી હૈ ચલતી હૈ જેવું વર્તન જોવા મળે છે. ટીવી9 ના પત્રકાર ચિરાગ પટેલ ની હત્યાની તપાસમાં પોલીસ હજુ એ નક્કી કરી શકી નથી કે તેમની હત્યા થઇ કે આત્મહત્યા કરી છે. મામલો ખુબજ સંગીન છે. બીજી તરફ નેતાઓ દ્વારા મીડિયાની જાણે કે કોઈ હસ્તી જ નાં હોય તેમ જાહેરમાં બફાટ કરવો અને તેના વિષે મીડીયાકર્મી ફરજના ભાગરૂપે સવાલો કરે ત્યારે તેમને જોઈ લેવાની ધમકીઓ મળે છે. પ્રેસ અને મીડિયાની સાથે કરતા ગેરવર્તન આ તમામ બાબતો અતિ ગંભીર ગણી ને ત્વરિત પગલા ભરે અને ગુજરાતમાં પત્રકારો અને મીડિયા સલામત અને સુરક્ષિત છે એવો હકારાત્મક સંદેશો પણ સરકાર આપે તે જરૂરી છે. પત્રકારોની સલામતી માટે વિશ્વાસમાં લઇ પત્રકાર સુરક્ષા કાયદો બનાવવામાં આવે. પોલીસ દ્વારા પત્રકારો સામે અલગઅલગ ખોટી કલમો લગાવી કેસ કરવામાં આવે છે. ખંડણી માંગવી, બ્લેકમેલ કરવા, ફરજમાઃ રૂકાવડ, બનાવટી પોલીસના કેસ કરવા અંગે ગૃહ વિભાગ પોલીસના માર્ગદર્શન માટે પરિપત્ર બહાર પાડે. ફિલ્ડ પર પત્રકારોને સરકાર સુરક્ષા આપે અને મુક્ત રીતે કામ કરી શકે તેવું વાતાવરણ ઉભું કરવામાં આવે. મહિલા પત્રકારોને ફિલ્ડમાં પરેશાનીનો ભોગ ન બનવું પડે તે માટે ખાસ સલામતી આપવામાં આવે.

Advertisement

તાજેતરમાં છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા પ્રેસ કલબના સભ્યો ઉ૫ર બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્રારા ગેરવર્તન ખુલ્લેઆમ ધમકીઓ અને શારીરિક હુમલાઓ કરાયા છે. લોકસભાની ચુંટણીમાં અમે ૫ત્રકારો સતત ફિલ્ડ ઉ૫ર હોઇએ છીએ ત્યારે રાજકીય નેતાઓ , તેમના ટેકેદારો અથવા તો તેમના વિરોધીઓ દ્રારા હુમલા થવાનો ભય સતત મંડરાય છે. અમે ૫ત્રકારો નિષ્પક્ષ અને નિર્ભય રીતે પોતાની ફરજ બજાવે છે. ત્યારે અમો કોઇ પણ પાર્ટી , નેતાઓ કે વિચારધારાના વિરોધી નથી એ પણ હકીકત છે. જો આ પ્રકારે જ ૫ત્રકારો ભયના ઓથાર હેઠળ જીવશે તો ચોથી જાગીરનો પાયો જ હચમચી જશે જે તંદુરસ્ત લોકશાહી માટે કોઇપણ કાળે હિતાવહ નથી જેથી અમદાવાદ જીલ્લા મિડીયા કલબ આ૫ સમક્ષ માંગ કરીએ છીએ કે ૫ત્રકારો સાથે ગેરવર્તન કરનાર વાઘોડીયાના મતવિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ને ભાજ૫ ૫ક્ષમાંથી બરતરફ કરી ફોજદારી રાહે ૫ગલા ભરવામાં આવે એ જ માંગ… જો આગામી દિવસોમાં ૫ત્રકારો ઉ૫ર થતા હુમલા અને ગેરવર્તન અટકાવી ૫ત્રકારોની સુરક્ષા માટે યોગ્ય કાયદો ઘડવામાં નહી આવે તો સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરી સરકાર સામે આંદોલન કરવાની ફરજ ૫ડશે. એમ આવેદનપત્ર મા જણાવ્યું હતું.


Share

Related posts

વડોદરા : કરજણ ખાતે મુસ્લિમ સૈયદ સાદાત સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રોફ એસ.આર રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં પદવીદાન સમારંભ યોજાયો

ProudOfGujarat

સુરત ભીમ અગિયારસનો જુગાર રમતા 153 પકડાયા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે દરોડા પડ્યા……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!