Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના રાજપૂત છાત્રાલયમાં આમ આદમી પાર્ટીનું લોકસભા આગેવાનોનું સંમેલન યોજાયું

Share

ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીનો ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનુ એક સંમેલનનુ આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં તાલુકાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લામાં આગામી વર્ષમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને હમણાંથી જ રાજકીય પાર્ટીઓએ પોતાની બેઠકો દોર શરૂ કરી દીધી છે ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું.જેમાં પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક,ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા,સાઉથ ઝોન પ્રભારી રામ ધડુક અને ભરૂચ લોકસભા પ્રભારી યાકુબ,જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.જેમાં પ્રથમ પહેલ ગામમાં મૃત્યુ પામેલા લોકોને મોંન પાળી શ્રધાંજલિ આપી હતી.આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ અગામી 2026 ની સ્થાનિક સ્વરાજ્ય ની તથા 2027 વિધાનસભા ચુંટણીલક્ષી આયોજનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.જેમાં આગામી સ્થાનિક સ્વરાજની તાલુકા,જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે ચિંતન અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.વધુમાં તેમણે વાલીયા અને ડ ડમલાઈ લિગ્નેનાઇટ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના કારણે હજારો પરિવારો વિસ્થાપિત થવાના છે જેના કારણે સ્થાનિકોએ વિરોધ નોંધાવી વાંધા અરજીઓ આપી છે.આગામી સમયમાં કોંગ્રેસમાં સાથે જો ગઠબંધન થશે તો તેમની સાથે ચૂંટણી લડીશું અથવા તો આમ આદમી તમામ બેઠકો પર સ્વતંત્ર ચૂંટણીઓ લડનાર છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકસભાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદ નગરપાલિકાનું રૂ. ૨૦૯૫. ૨૫ લાખની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર.

ProudOfGujarat

ભરૂચના વાતાવરણમાં ગતરોજ થી બદલાવ.વાતાવરણમાં ઠડક સાથે પવન અને ધુળિયું વાતાવરણ બન્યું.પવન સાથે ધૂળ પણ પ્રસરી…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગરમી નો પારો દિનપ્રતિદિન ઉચકાતા જનજીવનને અસર.ભરૂચ જિલ્લામાં છેલ્લા એક માસમાં 108 એમ્બ્યુલન્સને ગરમીને લગતા ૩૮૨ કોલ મળ્યા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!