Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મદની શિફા ખાનામાં નિશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિરનો 30 ગામના ગરીબ  દર્દીઓએ લાભ લીધો

Share

ભરૂચના ટંકારીયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ તેમજ બરોડા હાર્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઇ હતી. આયોજિત શિબિરમાં બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ ભરૂચના હદય રોગના નિષ્ણાત તબીબ ડૉકટર રુજુતા પરીખ તેમજ મદની શિફા ખાનામાં તબીબી સેવા પ્રદાન કરતા ડૉકટર શબીના પટેલે તબીબી સેવાઓ પ્રદાન કરી હતી. આયોજિત શિબિરમાં 60 દર્દીઓએ લાભ લીધો હતો. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે ગરીબ વર્ગના લોકો માટે નિશુલ્ક નિદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે.

 

Advertisement

જે શિબિરનો ટંકારીયા સહિત આસપાસના 25 થી 30 ગામોના ગરીબ વર્ગના લોકો લાભ પ્રાપ્ત કરે છે. મદની શિફા ખાનામાં અદ્યતન એક્સરે મશીન, ઇ સી જી મશીન, લેબોરેટરી, એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ તદ્દન નજીવા દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સમગ્ર શિબિરને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ મુસ્તાક બાબરીયા તેમજ ટ્રસ્ટીઓ અજીજ ભા, ઇલ્યાસ ઝંઘારિયા, અમીન કદા, ઇશાક ડબગર તથા ઈરફાન મેલાએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવી હતી. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક નિદાન શિબિર માં તબીબી સેવાઓ પ્રદાન કરનાર બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં હવે યોગ પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે માતરીયા તળાવ નજીક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

ProudOfGujarat

ભરૂચનાં નબીપુર પાસેનાં ભરથાણા ગામમાં કાચા મકાનમાં રહેતા મકાન-માલીકની દીવાલ ધસી પડતાં પાંચ લોકોને ઇજા અને એકનું મોત.

ProudOfGujarat

વડોદરામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ ખાતે સ્વામિનારાયણ વિશ્વવિક્રમ સમારોહ – ૧ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!