Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસરના ગામોમાં ભર ઉનાળે પૂરની સ્થિતી, દરિયાના ભરતીના પાણી પ્રવેશ્યા

Share

જંબુસર તાલુકામાં આવેલાં ઇસ્લામપુર, ઇસનપુર તેમજ ઝામડી સહિતના ગામોમાં દરિયાની ભરતીના પાણી ઘુસી આવતાં ગ્રામજનોની પડતા પર પાટું જેવો ઘાટ થયો છે. ભરઉનાળે ગામમાં પૂર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગામની સીમમાં દરિયા કિનારે દરિયાનું ભરતીનું પાણી ગામમાં ન પ્રવેશે તે માટે બનાવેલી પાળ તૂટ઼ેલી હોવાને કારણે સમસ્યા સર્જાઇ હોવાનો રોષ ગ્રામજનો ઠાલવી રહ્યાં છે.

Advertisement

જંબુસર તાલુકામાં આવેલાં દરિયા કિનારેના ઇસ્લામપુર, ઇસનપુર તેમજ ઝામડી ગામે બુધવારે અખાત્રિજની ભરતીના કારણે દરિયાના ભરતીના પાણી ગામમાં પ્રવેશી ગયાં હતાં. ત્યારે દરિયામાં માછીમારી કરીને ગુજરાન ચલાવતા માછીમારોની વસ્તીમાં દરિયાના ભરતીના પાણી ઘૂસી  ગયાં હતાં. ઇસનપુરા ગામે 30 જેટલાં માછીમારોના ઝૂપડાં મકાનમાં પાણી પ્રવેશી જતાં તેમણે માલમત્તાનુ ભારે નુકસાન થયું હતું. ભરઉનાળે ગામમાં પૂર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો હતો. ગામના દરિયા કિનારે વર્ષો પહેલાં ભરતીના પાણી ગામમાં ન આવે તે માટે પાળ બનાવી હતી. જોકે, તે પાળ વર્ષોથી તૂટી ગઇ છે. તંત્ર દ્વારા તે તરફ કાઇ ધ્યાન અપાયું નથી. જેના કારણે આજે લોકોને આ સ્થિતીનો સામનો કરવો પડ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા તાકિદે એક્શનમાં આવી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માગ ઉઠી છે.


Share

Related posts

નવસારી ના સાલેજ ગામે ખેતર માંથી અજગર ના નવ બચ્ચાં મળ્યા.

ProudOfGujarat

કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનું ભરૂચમાં ભવ્ય સ્વાગત, શહેરમાં રાજકીય માહોલ ગરમાયો

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશન પર એક પુરુષનું કુદરતી બીમારીના કારણે સારવાર દરમિયાન મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!