Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની હદમાં ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ

Share

પરીક્ષાર્થીઓ અને નિયુકત અધિકૃત વ્યકિતઓ સિવાયની કોઈપણ વ્યકિત કે વ્યકિતઓના સમુહના પ્રવેશ ઉપર પ્રતિબંધ

। ભરૂચ ।

Advertisement

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આગામી તા.૪-૫-૨૫ ના રોજ નીટ-૨૦૨૫ ની પરીક્ષા જિલ્લાના ૪ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય અને પરીક્ષાર્થીઓ અસામાજીક તત્વોના ત્રાસ, ભય વિના પરીક્ષા આપી શકે તે માટે તેમજ સુલેહ શાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો થતો અટકાવી શકાય તે હેતુસર તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થીઓ તેમજ નિયુક્ત અધિકૃત વ્યક્તિઓ સિવાયની કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓના સમુહના પ્રવેશ ઉપર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ -૧૬૩ મુજબ પતિબંધ ફરમાવવામાં આવે છે અને પરીક્ષા દરમ્યાન તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં આવેલ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

વધુમાં ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) આર (૩) મુજબ તા.૪-૫-૨૫ ના રોજ સવારના ૮ કલાકથી સાંજના ૮ કલાક સુધી મનસ્વી રીને લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે.સીસ્ટમ બેફામ રીતે મોટા અવાજે વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.


Share

Related posts

માંગરોળના કોસાડી ગામે પોલીસે રેડ કરી 480 કિલો ગૌમાંસ અને ગાય વાછરડો કબજે લીધા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં “ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમ” નું ઉદ્ઘાટન અને અર્પણવિધિ સમારોહ આયોજન કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા સેવા રૂરલમાં સી.એસ.એસ.ડી મશીન અને ટેકનીકલ વર્કશોપનું ઉદ્ઘાટન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!