Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : જંબુસર બાયપાસ ચોકડી પાસે થયેલ ફાયરિંગનાં બનાવમાં 4 આરોપીઓ પૈકી 2 આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

Share

ભરૂચનાં જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં ઓવરબ્રિજ નીચે બપોરે 2 વાગ્યે ફાયરિંગનો બનાવ બન્યો હતો જે અંગે ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યુ હતું કે 2 આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. જે આરોપીઓ પૈકી 1) ઇદ્રીસ બમ્બૈયા 2) તોસિફને ઝડપી પાડવામાં આવ્યા છે. ફાયરિંગનો બનાવ પૈસાની લેતીદેતી અંગે થયો હોવાનો ઘટસ્ફોટ જીલ્લા પોલીસવડાએ કર્યો હતો. જે સાથે એક બાબત એ પણ સામે આવી હતી કે આરીપીઓ 1 નહીં પણ 4 હતા જે પૈકી એસ.ઓ.જી. પોલીસે 2 આરોપીને ઝડપી પાડયા હતા. જોકે આ અંગે હજી વધુ તપાસ ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના ૮૦ લાખના ખર્ચે બનેલાં આઈકોનિક રોડ પર આડેધડ પાર્કિંગ કરતાં કાર્યવાહી 

ProudOfGujarat

હાઇકોર્ટે દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો : નશીલા પદાર્થ સાથે નોન-વેજની તુલના ન કરી શકાય : સરકાર

ProudOfGujarat

વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!