Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રેનમાં ચઢતી વેળાં યુવાનના ખિસ્સામાંથી મોબાઇલ ચોરાયો

Share

રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં રહેતાં જાવેદ યાકુબ ખાન અંક્લેશ્વર ખાતે રહેતાં તેમના મિત્ર યાસીફભાઇ પાસે કામ અર્થે આવ્યાં હતાં. મિત્રને મળ્યા બાદ તેઓ અંક્લેશ્વરથી સુરત જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં રેલવેની ટિકીટ લઇ અંક્લેશ્વર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 પર ગયાં હતાં. તેઓ વડોદરા વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ આવતાં ટ્રેનની પાછળ જનરલ કોચમાં ચઢતી વેળાં ઘણી ભીડ હોઇ તેઓ ભીડમાં ચઢતી વેળાં તેમના પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઇલ કોઇ ગઠિયાએ કાઢી ગયો હતો. તેઓ ટ્રેનમાં ચઢ્યા બાદ તેઓ તેમનો મોબાઇલ કાઢવા જતા તે ચોરી થઇ ગયો હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે તેમણે રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ પશ્ચિમમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે  દરોડો પાડી મોટી માત્રામાં  ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો

ProudOfGujarat

બેરોજગારીના પ્રશ્ને પદયાત્રા કરનાર યુવક ભરૂચ આવી પહોંચ્યો, રોજગારી માટે પ્લાન્ટ સ્થાપવા મુકેશ અંબાણીને કરશે રજુઆત..!

ProudOfGujarat

વડોદરાનાં સમા વિસ્તારમાં મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી, પરિવારનો બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!