Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઈન ૨.૦ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ

Share

। ભરૂચ ।

જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન ફ્રેંચ ધ રેઈન ૨.૦-૨૦૨૫ અંતર્ગત કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા સ્તરની સમીક્ષા બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કરાયુ હતુ.

Advertisement

આ બેઠકમાં જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ વિભાગોની ભલામણ મુજબ થયેલા આયોજનના કામોનું રીવ્યુ કરવામાં આવ્યુ હતું. જયાં સુજલામ સુફલામ જળ અભિયાન થકી લોક ભાગીદારીથી હાથ ધરવાના કામો, જિલ્લા ગામ વિકાસ એજન્સી, વોટર શેડ, જળસંપત્તિ (સિંચાઈ) વિભાગના કામો, જળસંપત્તિ(જળસિંચન) વિભાગ, વનવિભાગ, નગરપાલિકા અને જળ સંપત્તિ પંચાયત હેઠળના કામોની પ્રગતિનો અહેવાલ રજૂ કરાયો હતો. આ તમામ વિભાગના વિવિધ કામોની ફ્રેઝ વનમાં થયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને ઉપયોગી માર્ગદર્શન સાથે જરૂરી સુચનાઓ આપી હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ હતુ કે, જળ સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. ભવિષ્યમાં પાણીની સમસ્યાઓ ટાળવા માટે આજે જ સજાગ બની તેનું આયોજન કરવાનો નાનકડો પ્રયાસ મોટું પરિણામ આપી શકવા સમર્થ છે. દરેક ગામ પંચાયત, નગરપાલિકા અને સરકારી વિભાગે સુજલામ સુફલામ અભીયાનના ભાગરૂપે કાર્યક્ષમ અમલ કરી એકરૂપતા અને સમન્વય સાથે કામ કરવું જોઈએ. અત્યારથી જ જિલ્લાના લાંબા ગાળાના તેમજ ટૂંકા ગાળાના વિવિધ આયોજનો હાથ ધરવા અધિકારીઓને જણાવ્યુ હતુ. તેમણે અમલીકરણ અધિકારીઓ સાથે માસ્ટર પ્લાન ૨ ની પણ ચર્ચા કરી વહેલી તકે એનું આયોજન જમા કરાવી તેને અનુરૂપ કામગીરી કરવા સુચનો આપી લોકભાગીદારીથી થતા કામોને વધુ પ્રાધાન્ય આપવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

ભરૂચ શહેર તેમજ જિલ્લામાં પાણીનો સંગ્રહ થાય તેવા, વોટર લોગીંગના સ્થળોને આઈડેન્ટીફાઈ કરી તેને પણ લાંબા ગાળાના આયોજનમાં લેવા જણાવ્યુ હતુ અને ઉમેયું હતુ કે, ડીસીલ્ટીંગથી જે તે હાઈડ્રોલીક સ્ટ્રકચર (ચેકડેમ, ડેમ, નહેર વગેરે) ની સંગ્રહ શક્તિ પુનઃ સ્થાપિત થશે, જેનાથી વરસાદી પાણીનો સંગ્રહ વધુ સારી રીતે થશે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે સિંચાઈ સહિત ભૂર્ગભજળમાં વધારો થશે. વધુમાં ઉમેર્યું હતુ કે, આ અભિયાન માત્ર સરકારી કામગીરી પુરતું જ નહી પરંતુ સમાજના તમામ વર્ગના લોકોની સહભાગીતાથી જ સફળ બની શકે છે. ગ્રામજનો, એનજીઓ અને સ્થાનિક સંસ્થાઓ પણ આ કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવે તેવા પ્રયાસો અધિકારીઓ દ્વારા થવા જોઈએ. તેમણે આ અભિવાન હેઠળના તમામ મંજુર થયેલા કામો સરકારની ગાઈડલાઈન પ્રમાણે સમયસર અને ગુણવત્તાપુર્વક પુર્ણ થાય એ બાબતે જરૂરી સુચના આપી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ભરૂચના પ્રાંત અધિકારી, ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ઝઘડીયા આવેલી ગાંધી સંકલ્પ યાત્રા ના સ્વાગત અને વિદાયમાન ના કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતે તસ્કરોનો તરખાટ-એક સાથે ૮ દુકાનને તસ્કરોએ નિશાન બનાવતા ખળભળાટ…પોલીસે મામલા અંગે ની વધુ તપાસ હાથ ધરી….

ProudOfGujarat

બોટાદમાં માતેલા સાંઢની જેમ પૂરપાટ દોડતા ડમ્પરો, નગરજનોમાં ફફડાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!