Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

યુદ્ધની શકયતા વચ્ચે કેમીસ્ટોને બે મહિનાની દવાનો સ્ટોક તૈયાર રાખવા તાકિદ 

Share

ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન દ્વારા સુચના આપવામાં આવી
। ભરૂચ ।
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન દ્વારા હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસીએશને રાજયભરના દવાના વેપારીઓને તકેદારીના ભાગરૂપે પુરતા પ્રમાણમાં અને અંદાજે ૧ થી ૨ મહિનાનો વધારાનો સ્ટોક રાખવા સુચના આપી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની સ્થિતિ જેવુ વાતાવરણ સર્જાયું છે ત્યારે જો પુદ્ધ થાય તો આપાતકાલિન સમયમાં જરૂરી દવાઓ લોકોને મળી શકે તે માટે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન દ્વારા મહત્વનો નિર્ણય લઈને દરેક હોલસેલના વેપારીઓને બે મહિનાથી વધુ સમયનો સ્ટોક જાળવવા માટે તાકીદ કરી છે. આપાતકાલિન સ્થિતિમાં દેશની તબીબી અને આરોગ્ય સેવાઓ સતત ચાલુ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચ મેડીકલ એસોસીએશના પ્રમુખ ભરત શાહે જણાવ્યુ હતુ કે, ભરૂચ-નર્મદા જિલ્લામાં અંદાજે ૧ હજારથી વધુ મેડીકલ સ્ટોર અને હોલસેલર આવેલા છે તે તમામને આ બાબતની સુચના આપી દેવામાં આવી છે. ઉપરાંત દવાના મુખ્ય વિતરણ કેન્દ્રી સાથે સતત સંપર્કમાં રહીને દર્દીઓને વેળાસર સારવાર મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ છે.

Share

Related posts

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ટ્રાન્સફોર્મરમાં ચોરીની ઉપરા છાપરી ઘટનાઓએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઊંઘ હરામ કરી

ProudOfGujarat

વર્ષો વિતવા છતાં અંકલેશ્વર થી સરદાર પ્રતિમા ને જોડતા ફોર લેન માર્ગ ની દશા જેમ ની તેમ… પક્ષ,વિપક્ષ, અન્ય રાજનેતિક સામાજિક આગેવાનો પણ કેમ છે ચૂપ…?

ProudOfGujarat

જામનગર ના એડવોકેટની હત્યાના વિરોધમા અંકલેશ્વર ના વકીલો કોર્ટ કાર્યવાહીથી દુર રહ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!