Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ૧૫૦ બેડનો ઈમરજન્સી વોર્ડ તૈયાર કરાયો 

Share

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના તણાવભર્યા માહોલમાં આપાતકાલિન સ્થિતિને લઈને વહીવટી તંત્ર સજ્જ
। ભરૂચ ।
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો તણાવભર્યો માહોલ છે ત્યારે ભરૂચ જિલ્લા વહિવટી તંત્રએ આપાતકાલિન સમયમાં વિપરિત પરિસ્થિતીને પહોંચી વળવા માટે ભરૂચની સીવીલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં હાલમાં ૧૫૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને સમગ્ર દેશમાં હાલમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યુ છે. ગુજરાત રાજયમાં પણ હાલમાં યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે સાથે કોઈપણ સ્થિતિમાં હેડકવાર્ટસ નહી છોડવા માટેના પણ આદેશ અપાયા છે. ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલા દરિયા પડી પણ દહેજ મરીન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા પણ સરકારી હોસ્પિટલને આદેશ આપવામાં આવ્યો છે જેમાં હોસ્પિટલમાં વીજળી માટે અન્ય સ્ત્રોતની વ્યવસ્થા રાખવી, બ્લડ ડોનેશન કેમ્પ યોજવા, જરૂરી દવાનો સ્ટોક રાખવા સુચના આપીને ખાનગી હોસ્પિટલના ડોકટર્સ સાથે સંકલન સાધવા સુચન તકેદારીના ભાગરૂપે આરોગય વિભાગને સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે. જેના અનુસંધાને ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરાએ જણાવ્યુ હતુ કે, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજય સરકારમાંથી મળેલા આદેશ મુજબ તમામ આરોગ્ય કર્મીઓ અને અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે. જિલ્લામાં અમારી પાસે એમ્બ્યુલન્સ, જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે. જો કોઈ પણ પરિસ્થિતિ સર્જાઈ તો આરોગ્ય ખાતા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ થયેલી છે. આગામી ૧૫ મીએ મેગા રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યુ છે. સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલ અને ઈન્ડિયન મેડિકલ એસોસીએશન સાથે પણ ચર્ચા થયેલી છે અને તેમનો પણ સહકાર મળી રહેનાર છે.
જયારે ભરૂચની ડો.કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટયુટ (સિવીલ હોસ્પિટલ) ના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડો.મિતેશ સી.શાહે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ભરૂચ ખાતે આવેલી હોસ્પિટલમાં હાલમાં ચાલી રહેલા તણાવ ભરેલી પરિસ્થિતિ ડો.કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ અનેડ રિસર્ચ ઈન્સ્ટીટયુટના સાતમા માળે સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે જેમાં હાલમાં ૧૫૦ બેડની વ્યવસ્થા કરીને સ્ટાફ સાથેની તમામ તૈયારીઓ ચાલી રહી છે અને જો કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ કરાઈ છે. સિવિલમાં ઓફીસજન પ્લાન, સાથે લાઈટ જાય તો પણ જનરેટર સહિતની સુવિધાઓ સજજ છે.

Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં દીકરીના જન્મદિવસ નિમિત્તે દાતાશ્રી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

પ્રાથમિક શાળા કૌંઢમાં ૧૫ મી ઓગષ્ટે બૂટ-મોજા તથા ગણવેશનું વિતરણ કરાયું.

ProudOfGujarat

કોફી વીથ કલેકટર – ભરૂચ જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના ટોપર વિધાર્થીઓને કલેકટરનું માર્ગદર્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!