Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના  દરિયા કિનારે અને દરિયા વચ્ચે બોટથી પેટ્રોલીંગ, સરહદો પર ચુસ્ત બંદોબસ્ત

Share

। ભરૂચ 1

ઓપરેશન સિંદુર અંતર્ગત હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવું વાતાવરવા સર્જાયુ છે. આંતરરાષ્ટ્રીય સ્થળે સંવેદનશીલ ગણાતી પાકિસ્તાન સરહદથી નોંધપાત્ર નીકટતા ધરાવતા વિસ્તારોમાં સુરક્ષાને લઈને ખાસ પગલા ભરાઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસે પણ દહેજ તેમજ દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તથા આલીયાબેટ સહિતના વિસ્તારમાં ખાસ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. યુદ્ધ જેવી સ્થિતિના કારણે દરિયાઈ વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે સંવેદનશીલતા વધતા દહેજ તેમજ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામડાઓને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.

Advertisement

દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી.ઝાલા, કે.જી.સીસોદીયા, મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એમ.પાટીદાર તેમજ બંન્ને પોલીસ સ્ટેશનના બે પીએસઆઈ, ૫૦ પોલીસ કર્મીઓ દ્વારા દરિયા કિનારે આવેલા વિસ્તારના નર્મદા જેટી, હરીમહારાજ, દિવાદાંડી, પરશુરામ મંદિર, લુવારા, જાગેશ્વર, અંભેટા, સુવા, કોલીયાદ, કલાદરા, વેંગણી વિગેરે દરિયાઈ વિસ્તાર તેમજ રો-રો જેટી, રીલાયન્સ જેટી, એલ.એન.જી.જેટી, અદાણી જેટી, જી.પી.સી.એલ. જેટી, બિરલા જેટીના દરિયાઈ વિસ્તારમાં રીકવિઝીટ બોટ દ્વારા, હથિયારો, બાયોનોક્લીયુર. બોડીવોર્ન કેમેરા, ડ્રોન સાથે સઘન પેટ્રોલીંગ કરી દરિયાઈ માર્ગે અવરજવર પર નજર રાખવા માટે સઘન પેટ્રોલીંગમાં વધારો કરવામાં આવેલ છે. તેમજ આવા સંજોગોમાં દહેજ અને આસપાસના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પોલીસ દ્વારા વિશેષ પગલા લેવામાં આવેલ છે.


Share

Related posts

અંકલેશ્વરના સેંગપુર ગામે શેરડીના ખેતરમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

ProudOfGujarat

અંકલેશ્વર- મોટરસાયકલ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત, અકસ્માતમાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત…

ProudOfGujarat

લીંબડી શાળા નં. 6 ખાતે શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહભાગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!