Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી દોઢ વર્ષનું બિનવારસી બાળક મળ્યું

Share

ભરૂચ.
ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના અંક્લેશ્વર આઉટ પોસ્ટ પર ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર ગત 7મી મેના રોજ અંક્લેશ્વર રેલવે સ્ટેશન પર ફરજ પર હતાં. તેઓ આવતી જતી ટ્રેનોના પેસેન્જરો પર નજર રાખી રહ્યાં હતાં. અરસામાં બપોરના સવાબે વાગ્યાના અરસામાં પ્લેટફોર્મ નંબર 2અને 3ની વચ્ચેના ભાગે સીડી નીચે એક દોઢેક વર્ષનું બાળકી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. બાળક બિલકુલ બોલી શકે તેમ ન હોવાથી તેમણે તેમના અન્ય પોલીસકર્મીઓની ટીમ સાથે રેલવે સ્ટેશન વિસ્તારમાં તેના માતા-પિતાને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમનો કોઇ પત્તો નહીં લાગતાં તેમણે ઘટનાને પગલે અજાણ્યા લોકો સામે બાળકને ત્યજીદેવાના ઇરાદે અરક્ષિત અવસ્થામાં છોડી ભાગી ગયાં મુજબના ગુના હેઠળ ફરિયાદ નોંધી હતી. તેમજ બાળકને ભરૂચની ચાઇલ્ડ વેલ્ફર ઓફિસરની હાજરીમાં બાળકને સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સીને સોંપવામાં આવ્યું હતું.

Share

Related posts

ભરૂચ : પાલેજ રેલવે સ્ટેશન પાસે અજાણી મહિલાનું  ગુડઝ ટ્રેનની અડફેટે મોત.

ProudOfGujarat

સુરતમાં જુગારધામ ઝડપાયું, 7 ઇસમોની બે લાખના મુદ્દામાલ સાથે કરાઈ ધરપકડ

ProudOfGujarat

રાજપીપળા : રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ફાળવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!