Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મુંબઇથી વિદેશીદારૂનો જથ્થો લાવી ભાવનગર જતાં એક મહિલા સહિત 3 ઝબ્બે

Share

ભરૂચ સી ડિવિઝન પોલીસે જીએનએફસી બસ સ્ટેન્ડ પરથી ત્રણેયને દબોચ્યાં
ભરૂચ.
ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, જીએનએફસી બસ સ્ટેન્ડમાં એક મહિલા સહિત ત્રણ જણા વિદેશીદારૂના જથ્થા સાથે ક્યાંક જવાની ફિરાકમાં છે. જેના પગલે ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડી બાતમી મુજબની મહિલા અને બે શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. પ્રાથમિક પુછપરછમાં તેમના નામ સતિષ ખોડીદાસ સરધારા, વિપુલ જગદિશ રાઠડ તેમજ મહિલાનું નામ ઉજાલા દિપક રાઠોડ ( ત્રણેય રહે. ભાવનગર) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તેમની પાસેની ટ્રોલી બેગની તલાશી લેતાં તેમાં વિદેશીદારૂનો જથ્થો ભરેલો જણાયો હતો. જેની ગણતરી કરતાં તેમાં કુલ 1.19 લાખની મત્તાનો વિદેશીદારૂ ભરેલો જણાયો હતો. તેમની પુછપરછમાં તેમણે કબુલ્યું હતું કે, તેઓએ મુંબઇમાં અલગ અલગ  સ્થળેથી દારૂનો જથ્થો ખરીદી તેઓ ભાવનગર લઇ જઇ રહ્યાં હતાં. તેઓ એક બસમાં ભરૂચ સુધી આવ્યાં હતાં. હવે તેઓ ભાવનગર જવા માટે બીજી બસની રાહ જોઇરહ્યાં હતાં. પોલીસે તેમની પાસેથી વિેદેશીદારૂ તેમજ બે મોબાઇલ મળી કુલ 1.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

વાંકલ : માંગરોલ તાલુકાની 53 ગ્રામપંચાયત માટે 121 મતદાન બુથ પર સ્ટાફ રવાના.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ ૧ માં અપક્ષે બાજી મારી ચારમાંથી ૩ અપક્ષ ઉમેદવાર ચૂંટાયા : અપક્ષની ઐતિહાસિક જીત.

ProudOfGujarat

ઝઘડિયાના રાણીપુરા પાસે કિંજલ કેમિકલ્સ સામે પ્રદૂષિત પાણી છોડ્યાનો આક્ષેપ, ખેડૂતોમાં રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!