Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની 6 કંપનીઓએ 37 ઉમેદવારોને નોકરી આપી

Share

આંબેડકર ભવન ખાતે રોજગાર મેળો યોજાયો હતો

જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ દ્વારા  આયોજન

Advertisement

। ભરૂચ ।

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ દ્વારા જિલ્લાના રોજગાર ઈચ્છુકોને રોજગારી પાપ્ત થાય તેવા હેતુસર ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પસ્તુત ભરતીમેળામાં ૬ જેટલા નોકરી દાતાઓ હાજર રહ્યા હતા.જેમાં 78 જેટલા ઉમેદવારો હાજરી આપી હતી જેમાંથી ૩૭ જેટલા ઉમેદવારોની નોકરીદાતા દ્વારા પાથમિક પસંદગી કરવામાં આવી હતી.

આ ભરતી મેળામાં ટેલી કોલર, ટ્રેનર, માર્કેટીંગ એકઝીક્યુટીવ, હેલ્પર, ઈન્સ્યોરન્સ એડવાઈઝર વગેરેની જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજયુએટ પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન કરાયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર લીંક પરથી જોબસીકર તરીકે નોંપણી કરવાની થાય છે. વધુ માહિતી અને માર્ગદેશન માટે કચેરી સમય દરમ્યાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચનો સંપર્ક કરવો.


Share

Related posts

વડોદરા : યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિદ્યાશાળામાં રૂ. 7 લાખનું અનુદાન કર્યું.

ProudOfGujarat

ગુજરાતમાં ફરી એક વાર ભુપેન્દ્ર પટેલ લેશે સીએમ પદની શપથ, કોંગ્રેસના સપના ચકના ચુર વિપક્ષનું પદ પણ નહિ મળે તેવી સ્થિતિ.

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં સતકૈવલ સંપ્રદાયનાં ભગવાન કરુણાસાગરનાં પ્રાગટય દિનની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!