Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે ફાયર મોકડ્રીલ યોજાઈ

Share

ભરૂચ.

અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે એકાએકા આકસ્મિક આગની ઘટના સર્જાતા તાલુકા વહીવટી તંત્રએ ભારે જહેમત બાદ ઘટના પર કાબુ મેળવ્યો હતો. ઈએસઆઈસી હોસ્પિટલમાં આગ લાગતાની સાથેજ તાત્કાલીક અસરથી સંબંધીત અધીકારીઓએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને વીવિધ વિભાગોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.

Advertisement

આગને કાબુમાં લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી જયાં હંસાયેલા લોકોને સફળતાપુર્વક રેસ્કયુ કરીને બહાર લાવવામાં આવ્યા હતા અને બે લોકોને ઈજાથતા ટ્રોમા સેન્ટર ખાતે ખસેડાયા હતા. ડીપીએમસી ફાયરના જવાનોએ આગ લાગે ત્યારે સૌ પ્રથમ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવાની કામગીરી તેમજ આગ ઉપર કાબુ મેળવવા સહિતની કામગીરીની સમગ્ર પક્રિયા મોકડ્રીલમાં કરવામાં આવી હતી.

અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા ફાયર વિભાગ અને હોસ્પીટલનું પ્રશાસન કેટલું સજજ છે તે ચકાસવામાં આવ્યુ હતુ. અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, નોટિફાઈડ એરીયા ઓથોરીટીના ચીફ ઓફીસર ચિંતન પટેલ તેમજ ફાયર ઓફીસર પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા અને સુરક્ષા તેમજ સલામતીના પગલાની ચકાસણી કરી હતી. આ તકે મામલતદર કરણસિંહ રાજપૂત, જીઆઈડીસી પોલીસ અને ડીપીએમસી ફાયરના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ઝમીન એક્શન, ડ્રામા અને અભિષેક બચ્ચન સાથે 22 વર્ષની ઉજવણી કરે છે

ProudOfGujarat

ઝઘડીયા : સિમધરા નજીક ટ્રક અકસ્માતમાં એકનું સ્થળ પર મોત – એકને ઇજા.

ProudOfGujarat

ભરૂચ ના સાયકલીસ્ટ સ્વેતા વ્યાસ અને વિવેક પટેલ પહોંચ્યા અમદવાદ,સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટ માં આપી હાજરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!