Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સારસા ગ્રામ પંચાયતના તલાટી પર હુમલો કરનારાને કડક કાર્યવાહી કરો : તલાટી મંડળ

Share

જિલ્લા તલાટી મંડળ દ્વારા કલેક્ટરને રજૂઆત
। ભરૂચ ।
ઝઘડિયા તાલુકાના સારસા ગામે નશાની હાલતમાં બે શખ્સોએ ગ્રામ પંચાયતની ઓફિસમાં આવી તલાટી કમ મંત્રીને અપશબ્દો ઉચ્ચારવા સાથે મારી નાંખવાની ધમકીઓ આપી હતી. ઘટનાને લઈને જિલ્લા તલાટ મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. તેમજ આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે જરુરી પગલાં ભરાય તેવી માંગ કરી હતી.
ઝથડિયાના સારસા ગ્રામ પંચાયતમાં ગત ૧૫મી મેના રોજ આકાશ ગૌતમ વસાવા તેમજ અજય લાલજી વસાવા નામના બે શખ્સોએ નશાના ચૂર થયેલી હાલતમાં આવીને હંગામો કર્યો હતો. બન્નેએ ગ્રામપંચાયતમાં નુકસાન કરવા સાથે તલાટી ક્રમ મંત્રી લક્ષ્મણભાઈ જેબુભાઈ પાડવી સાથે ઝઘડો કર્યો હતો. તેમજ નવી નિમણૂંક હેઠળના મહિલા તલાટી કમ મંત્રી સાથે પણ તેમણે ઉદ્ધતાઈભયું વર્તન કરી તેમને પણ અપશબ્દો ઉચ્ચાર્યા હતાં. તેમજ સારસા ગામ પંચાયતના વીસીઈ સાથે પણ ગેરવર્તણૂંક કરી તેમને માર માર્યો હતો. ઘટનાને લઈને જિલ્લાના તમામ તલાટી ક્રમ મંત્રીઓમાં રોષ ફેલાયો છે. તેમણે આજે સોમવારે કલેક્ટરને આવેદન પત્ર આપી આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.
તલાટી પર હુમલો સાખી નહીં લેવાય

ભરૂચ. સારસા ગામના તલાટી કમ મંત્રી લક્ષ્મણભાઈ પાડવી તેમજ નવી નિમણૂંક હેઠળના મહિલા તલાટી બન્ને ફરજ પર હાજર હતા. ત્યારે તેમની સાથે બન્ને શખ્સોએ ગેરવર્તણૂંક કરવા સાથે તેમની સાથે ઝપાઝપી કરી તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જોકે, તેમની સામે કાનૂની રાહે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. - જ્યોર્જ મેકવાન, પ્રમુખ, ભરૂચ જિલ્લા તલાટી ક્રમ મંત્રી મંડળ, ભરૂચ,


Share

Related posts

ભરૂચ પેરોલ ફલૉ સ્કોવોર્ડની ટીમે વર્ષ 2016 ના મારામારીના ગુનામાં એક આરોપીને અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

દિલ્હી-NCR માં 5.6 નો ભૂકંપ, ત્રણ દિવસમાં બીજી વખત ધરતી ધ્રૂજી

ProudOfGujarat

આદિવાસી સમાજનું અપમાન કરનાર નિલેશ દુબે સામે કાર્યવાહી કરવા નાંદોદના ધારાસભ્ય પી.ડી વસાવાએ નર્મદા કલેકટરને લેખિત કરી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!