Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોઠી ત્રાલસા ગામે ૨૧ ગામના ખેડૂતોએ વળતર મુદ્દે તંત્ર સામે લડવાના શપથ લીધાં

Share

પાવરગ્રીડની વીજ લાઈનના વળતરને લઈને આંદોલનની ચીમકી
ભરૂચ.
પાવરગ્રીડ સાઉથ ઓલપાડ-વડોદરા ૭૫ર કેવીની વીજ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ લાઈન ભરૂચ તાલુકામાં આવેલાં ૨૧ ગામોમાંથી પસાર થનાર છે, ત્યારે તેને લઈને કોઠી ગામે ૨૧ ગામના સરપંચોની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરપંચો અને આગેવાનો હાજર રહ્યાં હતાં.
બેઠકમાં દરેક અસરમસ્ત ગામના સરપંચો તેમજ આગેવાનોએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમજ આગામી દિવસોમાં જે વીજ લાઈન નાંખવામાં આવશે તેનાથી ધનાર નુકસાનને લઈને ખેડૂતોને અસર થશે. ત્યારે આવા સમયે તંત્ર સામે લડી લેવાની તૈયારી બતાવવા સાથે સૌએ મળી તે માટેના શપથ લીધાં હતાં. વીજ કંપનીઓ સામે જિલ્લા વહિવટી તંત્ર લાચાર બનીને એક તરફી નિર્ણય લેતાં હોવાનો રોષ પણ તેમણે ઠાલવ્યો હોત, તેમજ આગામી દિવસોમાં આ મામલે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની રૂપરેખા તૈયાર કરવાની પણ કવાયત તેમણે શરુ કરી હતી.

Share

Related posts

માંગરોળ : સરકારી વિનયન અને કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ રહેમત નગર સોસાયટીમાં વરસાદી પાણી ના ભરાવા ના કારણે લોકો ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે…તેમજ સોસાયટીની ચારે તરફ જળ બંબાકાળ ની સ્થિતિ સર્જાતા લોકો મુંજવણ માં મુકાયા છે….

ProudOfGujarat

સબરસની કમાણી પાંજરાપોળ માં દાન આપવાનો નિર્ણય કરતા ત્રણ કિશોરો જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!