Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કરજણના કિયા ગામ ચોકડી પાસે એક ટ્રકના કેબીનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી

Share

કરજણના કિયા ગામ ચોકડી પાસે એક ટ્રકના કેબીનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો…

કરજણ થી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ ઉપર આવેલા કરજણ તાલુકાના કિયા ગામ પાસે ટ્રકના આગળ ના ભાગે કેબીનમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કિયા ચોકડી પાસે સાંજના સુમારે ૮ વાગાના સમયે ટાઇલ્સ ભરેલી ટ્રક કરજણ તરફ થી પસાર થતા ટ્રક ની કેબિનમાં અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

Advertisement

આગની જાણ કરજણ ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ લાગેલી આગમાં ટ્રક બળી ને ખાક થઇ ગઈ હતી ટ્રકની ડ્રાઈવર ની અંદર ની સાઈડમાં વધુ પ્રમાણમાં નુક્સાન થવા પામ્યું હતું…


Share

Related posts

ભરૂચ : આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન ચાચા નહેરુ અને ભારત રત્ન એવા પંડિત જવાહરલાલ નહેરુની ૫૬ મી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસનાં અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

ProudOfGujarat

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો રિપોર્ટ દર્શાવે છે કે પડકારો અને સપ્લાય ચેઇન વિક્ષેપો હોવા છતાં 80% થી વધુ બિઝનેસ લીડર્સ વૈશ્વિકીકરણ અને વેપારમાં વિશ્વાસ રાખે છે

ProudOfGujarat

નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલી સોસાયટીમાંથી મૃતક નવજાત શિશુ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!