Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ગડખોલ લોકેશન 108 એમ્બ્યુલન્સ સેવાએ પ્રામાણિકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

Share

ભરૂચ.ભરૂચ જિલ્લામાં તારીખ 30/5/2025 ના રાત્રે આશરે 12:30 ના સુમારે 108 ઞડખોલ એમ્બ્યુલન્સમાં માંડવા હાઇવે રોડ પાસેનો બે ટ્રક વચ્ચે ગમખ્વાર રોડ અકસ્માતનો કેસ મળ્યો હતો. જેમાં ગડખોલ 108 ના લોક્શન પર ફરજ બજાવતા EMT – ઠાકોર ચેહરાજી અને PILOT – સંજયભાઈ ગમીત રાત્રીના 12:30 કલાકે થોડોક પણ ટાઈમ બગાડ્યા વિના જરૂરી તૌયારી કરી તરત જ કેસમાં જવા માટે રવાના થઈ ગયા હતા.

Advertisement

ઇમેરજન્સી હોવાથી ત્યાં જઈને ચેક કર્યું તો એક આશરે 36 વર્ષના ભાઈને ગંભીર ઇજાઓ થઇ હતી. જે માટે જરૂરી સારવાર આપી ઝડપથી દર્દીને એમબ્યુલન્સ લીધા બાદ ERCP ડોક્ટર મિત સાહેબના જણાવ્યા મુજબ સારવાર આપીને ભરુચ સિવિલ હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. આ દરમ્યાન એમની પાસે આશરે રોકડ રકમ 1,02,550 રૂપિયા હતા જે ફરજ પરના ઈએમટી અને પાયલોટ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમા ફરજ પર હાજર પોલીસને સોંપલ હતા. આમ ભરૂચ જિલ્લામાં ગડખોલ 108 લોકેશન દ્વારા ફરીથી પ્રામાણિકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં નાણાં ધીરધારનાં વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ જોગ : સરકારે ઠરાવેલ વ્યાજદરોની મર્યાદામાં ધિરાણ કરવાનું રહેશે.

ProudOfGujarat

અંકલેશ્વર : દઢાલ ગામની અમરાવતી નદીમાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલ ચાર ડૂબ્યા : ત્રણનાં મોત, એકની હાલત ગંભીર.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના કેવડી ગામે 350 જરૂરિયાત મંદ ગરીબ પરિવારોને અનાજ કીટ નું વિતરણ થયુ , કેવડી ગામના એક પરિવારે રૂપિયા બે લાખ નો ગુપ્ત દાન અનાજ કીટ માટે આપ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!