Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના ૫૫ જેટલા નિવૃત શિક્ષકોને સિંગલ વિન્ડો સિસ્ટમથી નિવૃતિના તમામ લાભો અપાયા

Share

નિવૃતિના તમામ હક્કો પારદર્શી વહીવટ થકી એક સાથે એક જ જગ્યા તાત્કાલિક આપવા માટે સંવેદનાસભર અનોખી પહેલ
ભરૂચ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિયમ મુજબ બાળકોનો શૈક્ષણિક અભ્યાસ ના બગડે તે હેતુસર દરેક શિક્ષકને સત્રનો લાભ આપી નિવૃત કરવાની જોગવાઇ છે.  શિક્ષકઓ જે, તે વર્ષની ૩૧ મે અને ૩૦ ઓકટોબરના રોજ નિવૃત થતા હોય છે.
પોતાના જીવનના ૩૦ થી ૩૫ વર્ષો પ્રાથમિક શાળામાં બાળકોના શિક્ષણ માટે હોમી દેનારા શિક્ષકો જ્યારે નિવૃત થાય, ત્યારે તેમના નિવૃતિના તમામ હક્કો પારદર્શી વહીવટ થકી એક સાથે એક જ જગ્યા તાત્કાલિક આપવા માટે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહના નેતૃત્વમાં ભરૂચ જિલ્લાના નિવૃત શિક્ષકો સમારોહ યોજયો હતો..જેમા ૫૫ જેટલા નિવૃત શિક્ષકોને સિંગલ વિન્ડો સિસ્ટમથી નિવૃતિના તમામ લાભો આપવામાં આવ્યા.
        જિલ્લાના તમામ નિવૃત શિક્ષકોના પેન્શન,ગ્રેજ્યુઇટી જેવા તમામ લાભો નિવૃતિ બીજા જ  મહિનાથી મળનાર છે. આ સમારોહમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લ્લા સંગઠનના  હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોના સેવાકીય લાભ આપવાના આ અનોખા સમારોહને સંગઠનના મિત્રોએ ખુબ ઉત્સાહથી આવકાર્યો હતો

Share

Related posts

અંકલેશ્વર ખાતે “સમર સ્કીલ વર્કશોપ – ૨૦૨૩” ઉદ્ઘાટન સમારોહ યોજાયો

ProudOfGujarat

મોરબી-રામચોક પાસેથી ગાંજો ભરેલી રીક્ષા સાથે બે ઝડપાયા……

ProudOfGujarat

રાજપીપલા ખાતે શ્રીજી મેડિકલ સ્ટોરના સેવાભાવિ રાજેન્દ્ર પટેલ દ્વારા ત્રણ દિવસમાં 800 થી વધુ લીટર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!