Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરમાં પુનઃ હેલમેટ ડ્રાઈવ શરૂ, સરકારી કચેરીઓ સામે ખાસ ચેકિંગ 

Share

કલેકટર કચેરી, જિલ્લા પંચાયત અને મકતમપુર જીઈબી સામે ટીમોના ધામા
। ભરૂચ ।
ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સોમવારે હેલમેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. ત્રણ દિવસ ચાલનારી આ ડ્રાઈવના સંદર્ભમાં સરકારી કચેરીઓ સામે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આખા દિવસમાં ૩૦ થી વધુ દ્વિચક્રી વાહન ચાલક અને સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને મકતમપુર જીઈબી સહિતની સરકારી કચેરીઓ સામે સવારથી જ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમોએ ધામા નાંખી દીધાં હતાં. પોલીસ અધિક્ષકની સુચનાથી ત્રણ દિવસ સુધી સરકારી કચેરીઓના કર્મચારીઓ સામે હેલ્મેટની કાર્યવાહી માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે કચેરીઓમાં આવતાં સરકારી કર્મચારીઓ સહિત વિવિધ પ્રશ્નોને લઈને આવેલાં અરજદારોને હેલમેટ ન પહેયું હોવાથી ૩૦ થી વધુ લોકોને અટકાવીને પોલીસ દ્વારા તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. એક તરફ સરકારી કચેરીઓમાં આધારકાર્ડ, રેશન કાર્ડ સહિતના કામો માટે આવતાં લોકોને પોલીસે હેલમેટ નહીં પહેરવા સબબ દંડ ફટકારવામાં આવતાં ગરીબ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. માંડ માંડ સરકારી કામ માટે રૂપિયા જોડીને આવેલાં લોકોને દંડ થતાં તેઓના કામ અટવાયાં હોવાનું તેમણે જણાવ્યું હતું. ત્યારે અનેક લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નર્મદા મૈયા બ્રિજ પર મોટા વાહનોને પ્રતિબંધ હોવા છતાં છાસવારે ત્યાંથી મોટા વાહનો પસાર થાય છે, ઉપરાંત તાજેતરમાં જ તે બિજ પર રોંગ સાઈડથી વાહનો હંકારતાં હોવાના વિડીયો પણ વાયરલ થયાં હતાં. ત્યારે આવા લોકો સામે કાર્યવાહી કરાતી ન હોવાનો રોષ તેમણે વ્યક્ત કર્યો હતો.

Share

Related posts

મણીપુર ખાતે મહિલાઓ પર થયેલ અત્યાચાર બાબતે માનવ અધિકાર પંચ ઝઘડિયાએ આવેદન આપ્યું

ProudOfGujarat

શહેરા તાલૂકામાં આવેલી પાનમ હાઇલેવલ કેનાલની આસપાસનો રસ્તો બન્યો જોખમી ? જાણો કેમ પંચમહાલ રાજુ સોલંકી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નવ નિર્મિત ગુડસ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી લાખોની કિંમતના કેટનરી કોપર કેબલ ચોરી કરનાર “પંજાબી ગેંગ” ના સાગરીતો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!