Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં મનુબર ગામમાં આવેલા દારૂલ બનાત ખાતે સેવાભાવી લોકો દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી કોરોના સંક્રમિતોને નિ:શુલ્ક સારવાર પ્રદાન કરાઇ રહી છે.

Share

ભરૂચ તાલુકાના મનુબર ગામમાં આવેલા દારૂલ બનાત ખાતે કોવિડ કેર સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને નિ:શુલ્ક સારવાર પ્રદાન કરી એક સરાહનીય સેવાભાવી કાર્ય ગામના સેવાભાવી લોકો દ્વારા કરાઇ રહ્યું છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે અનેક સ્થળોએ નામી અનામી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો કોરોના સંક્રમિતોને મદદરૂપ બની માનવતાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.

ભરૂચ તાલુકાના મનુબર ગામમાં આવેલા દારૂલ બનાત ખાતે ગામના સેવાભાવી લોકો દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી કોરોનાગ્રસ્ત દર્દીઓને નિ:શુલ્ક સેવા પ્રદાન કરાઇ રહી છે. કોરોના સંક્રમિત દર્દીઓને નામાંકીત તબીબો ડૉ. વસીમ રાજ તેમજ ડૉ. ઇરફાન તબીબી સારવાર પ્રદાન કરી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓને દવાઓ તથા અન્ય કોરોનાલક્ષી જરૂરી મટીરિયલ નિ:શુલ્ક પ્રદાન કરાઇ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ કેર સેન્ટરમાં ફાયર સેફ્ટીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામા આવી છે. જેથી કોઈ આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક સેવા મળી રહે. કોરોનાલક્ષી જરૂરી દવાઓનો સંપુર્ણ ખર્ચો યુથ ચેરીટેબલ ટ્રસ્ટ મનુબર, મનુબર વેલ્ફેર સોસાયટી યુ. કે. તેમજ વિદેશમાં વસતા મનુબર ગામના નામી અનામી સખીદાતાઓ તરફથી પૂરો પાડવામાં આવી રહ્યો છે. આમ મનુબર ગામમાં ગામના સેવાભાવી યુવાનો તેમજ વિદેશમાં વસતા સખીદાતાઓએ નિસ્વાર્થપણે કોરોના સંક્રમિતોની વ્હારે આવી અન્યો માટે એક પ્રેરણાદાયી બની એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

વાંકલ : FPS એસોસિએશન દ્વારા વિવિધ પ્રશ્ને માંગરોળ મામલતદારને આવેનપત્ર પાઠવી કરાઇ રજૂઆત.

ProudOfGujarat

હઝરત બાવાગોર દરગાહનો ચસ્મો (પાણીનો કુંડ) તા.૨૨ મીને ગુરુવારના રોજ વધાવવામાં આવશે.

ProudOfGujarat

ભરૂચમાં મેઘરાજાની તોફાની બેટિંગ બે કલાક વરસ્યા બાદ અનેક જગ્યા એ જળ બંબાકાળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!