Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સિતપોણ ગામે જુગાર રમતાં 5 ઝડપાયાં: એક ફરાર

Share

ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં સિતપોણ ગામે જૂના ફળિયામાં ઝાડ નીચે કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી નબીપુર પોલીસની ટીમને મળી હતી. ટીમે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, પોલીસે તે પૈકીના પાંચ જુગારિયા અર્જૂન રમણ વસાવા, વિરામ ભીખા વસાવા, જયરામ પુના વસાવા, કલ્પેશ જયંતી વસાવા તેમજ જગદિશ ડાહ્યા વસાવાને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી દાવપર લાગેલાં તેમજ અંગઝડતીમાંથી રોકડા રૂપિયા જપ્ત કર્યાં હતાં. ભાગી ગયેલાં આરોપી અંગે પુછતાં તેનું નામ અજય જયંતિ વસાવા હોવાનું તેમણે જણાવ્યું હતું. જેના પગલે ટીમે તમામ વિરૂદ્ધ નબીપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ભાગી ગયેલાં અજય વસાવાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.

Share

Related posts

ભરૂચ પંથકમાં વરસેલ કમોસમી વરસાદ : ખેડૂતો ચિંતામાં ગરકાવ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ઝનોર ગામનાં આશા વર્કરોને મહેનતાણું ન મળતા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

વાંકલ : એકલ અભિયાન વનબંધુ પરિષદની મીટીંગ ઝંખવાવ હનુમાનજી મંદિરે યોજાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!