Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચોક્કસ દુકાનમાંથી વસ્તુ ખરીદવા કહેનાર શાળા સંચાલકો સામે કાર્યવાહી થશે

Share

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળા સંચાલકોને તાકિદ કરાઈ

। ભરૂચ ।

Advertisement

નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થવાના આરે છે ત્યારે વાલીઓ તેમના સંતાનોના પુસ્તક, નોટબુક, યુનિફોર્મ સહિતની વસ્તુઓ ખરીદવામાં જોતરાઈ ગયા છે આવા સંજોગોમાં ધણીવાર શાળા સંચાલકો દ્વારા તેમણે નિર્ધારીત કરેલા દુકાનોમાંથી જ સામાન ખરીદી કરવામાં આવે તેવું દબાણ કરવામાં આવતુ હોવાની બુમો ઉઠતી રહે છે જેને લઈને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીએ ખાસ પરિપત્ર બહાર પાડી તમામ શાળાના સંચાલકો તેમજ આચાર્યોને તાકિદ કરી છે કે, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ દુકાનમાંથી પુસ્તક, નોટબુક, સ્કુલબેગ, સ્ટેશનરી સહિતની વસ્તુઓ ખરીદવા પર દબાણ કરી શકાશે નહી. ઉપરાંત શાળાના ગ્રાન્ટેડ શાળા દ્વારા તેમના વિદ્યાર્થીઓ પર અમુક એજન્સી મારફતની જ લેખન સામગ્રી ખરીદવાની કે અમુલ છાપની કે બનાવટની લેખન સામગ્રી ખરીદવાની, તેમજ પાઠયપુસ્તક માન્ય યાદીમાં ન હોય તેવી નોંધો, પ્રશ્નોત્તરી વગેરે ખરીદી કરવાની ફરજ પાડવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


Share

Related posts

ભરૂચ : 24 કલાકમાં પ્રોહિબિશનનાં બે કેસો શોધી કાઢતી નેત્રંગ પોલીસ…જાણો વધુ.

ProudOfGujarat

રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ નદી પરનો પુલ વચ્ચેથી બેસી પડતા આજથી પુલ બંધ કરાયો.

ProudOfGujarat

નર્મદા જયંતી નિમિતે દાંડિયા બજારના પ્રાચીન નર્મદા મંદિરે દૂધાભિષેક, ભક્તિભાવથી ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!