Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પેટા ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ સુસજ્જ: તાલીમ પૂર્ણ

Share

અંકલેશ્વર શારદા ભવન ખાતે ૧૨૦ ફિમેલ પોલિંગ ઓફિસર અને ૬૦ પ્રિસાઇડિંગ ઓફિસરોએ તાલીમ મેળવી
ભરૂચ
ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/પેટાચૂંટણીઓ  ભરૂચ જિલ્લામાં ૨૧૫ ગ્રામ પંચાયતો માટે મતદાન આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ થનારું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પ્રાંત કચેરી વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/પેટાચૂંટણીઓ માટે શારદા ભવન ખાતે મહિલા પોલિંગ ઓફિસરો સુચારુ રીતે મતદાન પ્રક્રિયા પાજે તે માટે સૈદ્ધાંતિક અને હેન્ડ્સ ઓન હેન્ડ એટલે કે પ્રેક્ટીકલ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત  પ્રિસાઇડિંગ ઓફિસર, અને પોલિંગ સ્ટાફને પણ ચૂંટણીલક્ષી જરૂરી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ૧૨૦ ફિમેલ પોલિંગ ઓફિસર અને ૬૦ પ્રિસાઇડિંગ ઓફિસરોએ તાલીમ મેળવી હતી.
     આ તકે, પ્રાંત અધિકારીએ ઉપસ્થિત ફિમેલ પોલિંગ ઓફિસર અને ૬૦ પ્રિસાઇડિંગ ઓફિસરોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તેમજ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી હતી. આયોજિત આ તાલીમમાં મામલતદાર અંકલેશ્વર દ્નારા પ્રેઝનન્ટેશ આપી તેમણે વિવિધ જાણકારી આપી હતી જ્યારે માસ્ટર ટ્રેનર દ્વારા વિસ્તૃત રીતે ચૂંટણીલક્ષી કામગીરીના વિવિધ પાસાઓની જાણકારી આપવામાં આવી હતી.

Share

Related posts

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલ કનૈયા નગરમાં ભંગારના ગોડાઉનમાંથી કુલ 49 હજારથી વધુના મુદ્દામાલ સહિત ભંગારીયાને ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ : જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે મંદિરના અગ્રણીઓ દ્વારા રથયાત્રા મોકૂફ રાખવા લેવાયો નિર્ણય.

ProudOfGujarat

ડાંગી દોડવીર સરિતાએ ઈન્ડોનેશિયામાં તિરંગો લહેરાવ્યો, એશિયન ગેમ્સની રીલે દોડમાં મેળવ્યો ગોલ્ડમેડલ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!