Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાના ફુલવાડી-બિલાઠા ગામ વચ્ચે બાઇક સ્લીપ થતાં નિવૃત ફોરેસ્ટરનું મોત

Share

ભરૂચ.
નેતંગના થવા નિશાળ ફળિયા ખાતે રહેતાં અને ફોટો સ્ટૂડિયો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતાં પરેશ ઇશ્વરભાઇ વસાવાના પિતા ઇશ્વર પ્રભાત વસાાવ 2012 ફોરેસ્ટર તરીકે નિવૃત્ત થયાં હતાં. તેઓ વાલિયા તાલુકામાં આવેલાં ગાલીબા ગામના તેમના ખેતરે જવા માટે તેમની બાઇક લઇને ઘરેથ નિકળ્યાં હતાં. દરમિયાનમાં કોઇ અજાણ્યા શખ્સે પરેશભાઇના મોબાઇલ પર ફોન કરીને જાણ કરી હતી કે, તમારા પિતાજીનું ફુલવાડીથી બિલાઠા જવાના રોડ પર એક્સિડન્ટ થયું છે અન ગંભીર ઇજાઓ થઇ છે. જેથી તેમણે તુરંત તેમના ઘરે જણ કરતાં તેઓ તમામ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. જોકે, તે સમયે 108 એમ્બ્યુલન્સ આવી જતાં તેમને તાત્કાલીક સારવાર માટે લઇ ગયાં હતાં. જ્યારે તેમના પિતાની બાઇક ત્યાં પડેલી મળી આવી હતી. અરસામાં ત્યાં હાજર લોકો થકી તેમેન જાણવા મળ્યુંહતું કે, તેમના પિતાજીનું સ્ટિયરીંગ પર કાબુ નહીં રહેતાં બાઇક સ્લીપ થઇ જતાં તેમનો અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તને નેત્રંગ સીએચસી ખાતે લઇ જતાં ત્યાંથી તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અંક્લેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબે તપાસ કરતાં તેમનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

આમોદમાં ઢાઢર નદીનું જળ સ્તર વધતા પૂરસા માર્ગ બન્યો જળમગ્ન, માર્ગ પર પાણી ફરી વળતા લોકો અટવાયા

ProudOfGujarat

ભરૂચ : ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રા પાલેજ ખાતે પહોંચી.

ProudOfGujarat

માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવા અને હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!