Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઠિકરીયા ગામના એક જ પરિવાર વિરૂદ્ધ ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપ્યું 

Share

ખોટી ખોટી અરજીઓ કરી, એટ્રોસિટીના કેસ કરી લોકોને પરેશાન કરતાં હોવાનો આક્ષેપ
ભરૂચ.
ભરૂચ તાલુકાના ઠિકરીયા ગામના એક આખા પરિવાર સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. જેમાં ગામજનોએ આક્ષેષ કર્યાં હતાં કે પરિવાર દ્વારા અવાર-નવાર ગામના લોકોને હેરાન પરેશાન કરવા સાથે તેમને એટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવે છે.ઉપરાંત ખોટી ખોટી અરજીઓ કરી લોકેને હેરાન કરવામાં આવતાં હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.
ભરૂચ તાલુકામાં આવેલાં ઠિકરીયા ગામના રહિશો સોમવારે ભરૂચ કલેક્ટર કચેરી એકત્ર થયાં હતાં. ગ્રામજનોએ તેમના ગામમાં જ રહેતાં એક પરિવારના સભ્યો મોતી સોમા સોલંકી, રમેશ મોતી સોલંકી, બળવંત મોતી સોલંકી, તનુજા મોની સોલંકી, દરિયા મોતી સોલંકી તેમજ જશવંત મોતી સોલંકી વિરુદ્ધ ગ્રામજનો આવેદન પત્ર આપવા માટે એકત્ર થયાં હતાં. તેઓએ જણાવ્યું હતુ કે, પરિવારના સભ્યો દ્વારા ગામના ઘણા લોકો સામે ખોટી ખોટી અરજીઓ કરવા સાથે એટ્રોસિટીની ખોટી ફરિયાદો કરી છે.ગામમાં રોજીંદા કમાઈને ખાવાવાળા પરિવાર રહે છે ત્યારે આ પરિવાર દ્વારા અવારનવાર સામજનો સાથે નાનીમોટી વાતે વિવાદ ઉભો કરવા સાથે તેમને પર ખોટી અરજીઓ કરે છે. અત્યાર સુધીમાં ગામમાં ૨૨ લોકો સામે પરિવારે ખોટી ફરિયાદો કરી છે. જેથી ગામજનો ભારે પરેશાન થઈ ગયાં છે. તો આ પરિવારને કાયદાનો પાઠ શિખવાડવામાં આવે તેમજ તેઓ ગ્રામજનોને ખોટી રીતે હેરાન પરેશાન કરતાં બંધ થાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું. ઉપરાંત તેઓ દ્વારા વારંવાર બોગસ અરજીઓ કરવામાં આવતી હોઈ તેમની આવી અરજીઓને રેડ લીસ્ટમાં નાખી તેના પર ધ્યાન આપવામાં ન આવે તેવી રજૂઆત કરી હતી.

Share

Related posts

ભરૂચની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનો મામલો, વધતા સંક્રમણ અને હોસ્પિટલ દુર્ઘટનાથી વિદેશીઓ ચિંતિત, કેનેડામાં વસતા મોહસીને મોકલી ૧૦ હજાર ડોલરની મદદ..!!

ProudOfGujarat

ભરૂચ : પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર લકઝરી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

શ્રવણ ચોકડી વિસ્તારમાં ચાલતા કોરલ સ્પા પર પોલીસ ના દરોડા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!