Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રીક્ષામાં બેસેલા મુસાફરે વૃદ્ધાના હાથમાંથી બે બંગડીઓ કાઢી લીધી

Share

વૃદ્ધા મંદિરે પહોંચી તો બંગડી ચોરી થયાની જાણ થઈ
। ભરૂચ ।
ભરૂચ શહેરના કોલેજ રોડ પર આવેલાં વૈકુંઠ મેઘા ટાઉનશીપ પાસેના રાધે ટાવર ખાતે રહેતાં 68 વર્ષીય દેવાંશી દિનેશ શાહ છેલ્લા બે વર્ષથી રોજ સવારે શક્તિનાથ પાસે આવેલાં જૈન મંદિર ખાતે પુજા અર્ચના કરવા માટે જાય છે. તેઓ ગત ૧૮મી જૂને નિત્યક્રમ મુજબ સવારે દર્શક વાગ્યે તેઓ તેમના ઘરેથી શક્તિનાથ જૈન મંદિરે દર્શન કરવા માટે જવા નીકળ્યાં હતાં. તેઓ ચાલતા ચાલતા ભૃગુઋષી બિજ પાસે પહોંચતાં તેઓ રીક્ષાની રાહ જોઈ રહ્યાં હતાં. તે વેળાં શિતલ સર્કલ તરફથી એક રીક્ષા આવતાં તેઓ તેમાં પાછળની સીટ પર બેઠાં હતાં. તેમની બાજુમાં એક પુરુષ અને એક મહિલા બેઠી હતી. જયારે એક આગળ બેઠો હતો.
દરમિયાનમાં રીક્ષા બિજ પર ચઢતાં રીક્ષા ચાલકે આગળ આરટીઓ વાળા ઊભા છે. તે મને દંડ આપશે તેમ જણાવી આગળવાળા યુવાનને પાછળ મોકલ્યો હતો. તેણે તેની સ્કૂલ બેગ તેમના હાથ પર મુકી હતી. જોકે, ભીડ વધુ હોઈ તેઓ પણ કાંઈ બોલ્યાં ન હતા. દરમિયાનમાં કોર્ટ પાસે પહોંચતાં તે પૈકીના એક શખ્સે મારે છોકરાને સ્કૂલે મુકવા જવાનું છે મોડું થાય છે તેમ કહેતાં ડ્રાઈવરે રીક્ષા સાઈડમાં કરી તેમને ઉતરી જવા જણાવ્યું હતું તેઓ ભાડું આપવા જતાં આટલાનું શું ભાડું લેવાનું તેમ કહી તે ત્યાથી જતો રહ્યો હતો. તેઓએ બીજી રીક્ષા પકડી મંદીરે પહોંચ્યા હતાં. પુજા-અર્ચના કરી તેઓ પરત શક્તિનાથ આવતાં તેમને ધ્યાનમાં આવ્યું હતું કે. તેમની જમણા હાથમાંથી બંગડીઓ નથી. તે બંગડીઓ રીક્ષામાં બેસેલાં ગઠિયાએ જ ચોરી કર્યા હોવાની તેમને શંકા હોઈ તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Share

Related posts

વડોદરા પેન્શન વિભાગના કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાની માંગણી સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો.

ProudOfGujarat

ભરૂચ : ફાટાતળાવ વિસ્તાર નજીક પીવાનાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો બગાડ…

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં કેશરોલ ગામનો વ્યક્તિ દુબઈથી આવતા તેને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો દેખાતા ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!