Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું ભવ્ય આયોજન

Share

ભરૂચ.

ભરૂચ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, બીલ, રાજપીપળા અને વલ્લભ વિદ્યાનગરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી હતી. સમગ્ર માહોલમાં આધ્યાત્મિક ઊર્જા અને સ્નેહનું વિશેષ વાતાવરણ છવાયું હતું.

Advertisement

આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણભાઈ છાબડાજીના હસ્તે બાલ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડેલ્સ અને ચિત્રકળાની પ્રદર્શિત કરવામાં આવી હતી, જે દર્શકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું હતું.બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીત, ભજનો અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમોમાં પ્રસ્તુત થતી નાની નાની આર્ટ પરફોર્મન્સમાં સંસ્કાર, શાંતિ, પ્રેમ અને માનવતાના મૂલ્યો સ્પષ્ટ કર્યા હતા. દર્શકો દ્વારા પણ બાળકોના ઉત્સાહને ભરોસો આપી ઉભા થેને તાલીઓ સાથે તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું.સમાપન પ્રસંગે સંત પ્રવીણભાઈ છાબડાજીએ પોતાના પ્રવચન દ્વારા શાંતિ, એકતા અને માનવસેવાનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે “બાળકોમાં સંસ્કારનું બીજ લગાડવું એ ભવિષ્ય માટેનું શ્રેષ્ઠ રોકાણ છે. આવા સમાગમો દ્વારા તેઓમાં આધ્યાત્મિકતા અને સર્વજનહિતનો ભાવ વિકસે છે.”આ સમાગમને સફળ બનાવવા માટે ભરૂચ ઝોનના સેવાદળના સ્વયંસેવકો અને નિરંકારી મિશનના અધિકારીઓએ અવિરત મહેનત કરી હતી.


Share

Related posts

સુરતના હીરા બાગ વિસ્તારમાં સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી કર્મચારી દ્વારા રૂપિયા 1 કરોડથી વધુના સોનાના પાવડરની ચોરી કરી હોવાનું સામે આવ્યું.

ProudOfGujarat

એકતા નગર ખાતે ખાનગી એજન્સી દ્વારા કર્મચારીઓનુ શોષણ

ProudOfGujarat

માંગરોળ : ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે બોર્ડના કેન્દ્રએ આનંદ ઉલ્લાસથી પહોંચ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!