Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પત્નીનો વિડિયો ઉતારતા પતિને પત્નીએ ટોકતાં હુમલો

Share

કોર્ટ કેસ બાદ પિયરમાં રહેતી પત્નીને બાળકોના કપડા લેવા બોલાવી હતી
ભરૂચ.
ભરૂચના ફૂરજા રોડ પર આવેલાં નારિયેલી બજાર ખાતે રહેતાં સાહિદ સકિલ ઘાંચવાલાની બહેન તન્જીમબાનુના લગ્ન વેજલપુર પારસીવાડ વિસ્તારમાં રહેતાં મોહસીન સિરાજ નાખુદા સાથે વર્ષ 2017માં થયાં હતાં. દાંપત્ય જીવનમાં તેમનણ બે સંતાન હતાં. દરમિયાનમાં તેમની વચ્ચે અણબનાવ થતાં તે તેમના બન્ને બાળકો સાથે પિયરે રહેવા આવી ગઇ હતી. હાલમાં તેમનો કોર્ટમાં ભરનપોષણનો કેસ ચાલી રહ્યો છે. દરમિયાનમાં 18મી જૂલાઇએ રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામાં તેમના બનેવીનો ફોન આવ્યો હતો. તેણે તેની બહેનને જણાવ્યું હતું કે, તુ ઘરે આવીને બાળકોના કપડાં લઇ જા. જેથી તેની બહેન તન્જીમબાનુએ જણાવ્યું હતું કે, હું એકલી નહીં આવું મારા ભાઇને લઇને આવું છું. જે બાદ તે તેમજ સાહિદ અને તેનો ભાણિયો જીહાન  સાથે તેના ઘરે ગયાં હતાં. દરમિયાનમાં ત્યાં પહોંચી તેમણે તેની પાસે કપડા માંગતાં તેણે ઘરમાં અંદર આવીને લઇ જા તેમ કહેતાં તન્જીમબાનું એ ઘરમાં જઇ કબાટમાંથી કપડાં કાઢી રહી હતી. તે વેળાં તેનો પતિ મોહસીન સિરાજ નાખુદા તેનો વિડિયો ઉતારી રહ્યો હતો. જેથી તેણે મારો વિડિયો શું કામ ઉતારે છે. તેમ કહેતાં તેણે એકદમ ઉશ્કેરાઇ જઇ તેને અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો. સાહિદ તેને છોડાવવા વચ્ચે પડતાં તેને પણ માર મારી ગંભી રઇજાઓ પહોંચાડી હતી. મારામારીનો અવાજ-બુમરાણ થતાં આસપાસના લોકોએ દોડી આવી તેમને વધુ મારમાંથી છોડાવ્યાં હતાં. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ નગર પાલિકા ના કોંગ્રેસ પક્ષ દ્વારા ઉકળતી ગરમી માં ઠંડા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી…….

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં તરસાલી ગામે ખ્વાજા નસીરુદ્દીન ટ્રસ્ટ દ્વારા ગરીબોને ફુડ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ સીવીલ હોસ્પીટલમાં ફાયર સેફ્ટી અંગેની તપાસમાં ખામી જણાતા ભરૂચ નગરપાલિકા દ્વારા ખામીઓ દૂર કરવાની નોટિસ ફટકારી દીધી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!