Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર રોડ પર કારની ટક્કરે નિવૃત્તવૃદ્ધ ગંભીર

Share

ભરૂચ.
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં આલેખ રોડ પર રહેતાં અને નિવૃત્ત જીવન ગુજારતાં કિરીટ મણીલાલ ટેલર તેમની એક્ટિવા લઇને બપોરના સમયે સાંઇબાબા મંદિરે દર્શને ગયાં હતાં. જે બાદ તેમને ઝાડેશ્વર ડેપો સામે આવેલી એક ડેરીમાં કામ હોઇ તેઓ ત્યાં જવા માટે નિકળ્યાં હતાં. તે વેળાં ઉમા ભવન પાસે રોડ પર આવતાં એક બ્રેઝા કારના ચાલકે પાછળથી ધસી આવી તેમની એક્ટિવાને ટક્કર મારતાં તેઓ રોડ પર ફંગોળાઇ જતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. કાર ચાલકનું નામ ભુપેન્દ્ર મિસ્ત્રી હોવાનું જાણવા મળ્યું હતું. તેણે તેમને રીક્ષામાં બેસાડી ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેમને હાલત ગંભીર હોવાનું માલુમ પડ્યું હતું. કાર ચાલક ભુપેન્દ્ર મિસ્ત્રીએ પહેલાં સારવારનો ખર્ચ આપવાનું જણાવ્યું હતું. જોકે, બાદમાં તેણે ખર્ચો આપવાનો ઇનકરા કરતાં આખરે તેમને ભરૂચ સી ડિવિઝન  પોલીસે મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

અબોલ પશુઓની સારવાર કરનારા તબીબ સરકારને નથી મળતા ?

ProudOfGujarat

ભરૂચ તાલકાનાં સેગવા ખાતે પાલેજ પોલીસ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ખેડા જિલ્લાના માતર તાલુકામાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં પાકને નુક્સાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!