Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ અભિયાનને તેજીથી આગળ વધારવા માર્ગદર્શન આપ્યુ

Share

જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્ર, ભરૂચ તેમજ દરેક તાલુકા અને ગ્રામ્ય ક્લસ્ટર કક્ષાએથી પ્રાકૃતિક ખેતીમાં ૬૮૪૮ લોકોએ માર્ગદર્શન મેળવ્યું
ભરૂચ.
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભરૂચ જિલ્લા સહિતના કૃષિ સંલગ્ન અધિકારી – કર્મચારીઓને પ્રાકૃતિક કૃષિ અભિયાનને તેજીથી આગળ વધારવા માટે માર્ગદર્શન આપ્યુ હતુ.
રાજયપાલે  પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોની છણાવટ કરતા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત કરાવવા અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે જરુરી માર્કેટ મળી રહે તે સંદર્ભે પણ દિશાનિર્દેશો આપ્યા હતા.આ સાથે રાજયપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના અભિયાનને આગળ વધારતામાં સહભાગી બનેલા કર્મયોગીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલે  રાજ્યભરમાંથી ઉપસ્થિત કૃષિસખીઓ અને કોમ્યુનિટી રિસોર્સ પર્સનોને આ પુણ્યના કાર્યમાં તન-મનથી જોડાવા, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવા અને અંત સુધી સહકાર આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લામાંથી જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્ર, ભરૂચ તેમજ દરેક તાલુકા અને ગ્રામ્ય ક્લસ્ટર કક્ષાએથી કુલ ૬૮૪૮ લોકો હાજર રહ્યા હતા.

Share

Related posts

ભરૂચ : નારાયણ વિદ્યાલય દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન કરાયું.

ProudOfGujarat

વડોદરા કોર્પોરેશન દ્વારા જૈવિક ટ્રીટમેન્ટ વડે લાલબાગ તળાવ શુદ્ધિકરણનો પ્રયાસ નિષ્ફળ.

ProudOfGujarat

દાંદા ગામે યુવાનની હત્યા કરનારા ચાર મિત્રોની ધરપકડ : ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!