Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મોરપિચ્છ ઉમેરાયું: નેત્રંગની PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવા ગુજરાત સહિત દેશની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન પામી

Share

ભરૂચ
 ભરૂચ જિલ્લાના શિક્ષણક્ષેત્રના ઇતિહાસમાં આજે વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ૨૯ જુલાઈ ૨૦૨૫ ના રોજ દિલ્હી ખાતે યોજાયેલ અખિલ ભારતીય શિક્ષા સંગમ‘ (ABSS) કાર્યક્રમમાંરાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ના પાંચ પરિવર્તનશીલ વર્ષોની ઉજવણી કરવામાં આવી હતી.

   આ અવસરેકેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશભરની શ્રેષ્ઠ PM SHRI શાળાઓની તક્તીનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યુંજેમાં ગુજરાત સહિત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળા નો સમાવેશ થતા જિલ્લાનું ગૌરવ વધ્યું છે. શિક્ષણ મંત્રાલયભારત સરકાર દ્વારા સંચાલિત PM SHRI (Prime Minister Schools for Rising India) યોજનાનો ઉદ્દેશ્ય ભારતના શિક્ષણ પ્રણાલીને  પરિવર્તિત કરવાનો છે.

 ગુજરાત રાજ્યમાં કુલ ૪૪૮ જેટલી PM SHRI શાળાઓ કાર્યરત છેગુજરાત રાજયની ૩૩ શાળોઓની પસંદગી થઈ હતી. જે પૈકી ભરૂચ જિલ્લાની ૧૩ શાળાઓમાં PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાની પસંદગી થઈ હતી.  આ સિદ્ધિ PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળા દ્વારા NEP ૨૦૨૦ ના ઉદ્દેશ્યોને આત્મસાત કરીને કરાયેલા ઉત્કૃષ્ટ કાર્યોનું પરિણામ છે.

Advertisement

     આ યોજના હેઠળશાળાઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ના ઉદ્દેશ્યો અનુસાર ગુણવત્તાયુક્ત શિક્ષણકૌશલ્ય વિકાસ અને સર્વાંગી વિકાસ માટે સક્ષમ બનાવવામાં આવે છે.  શિક્ષણ મંત્રાલયભારત સરકાર દ્વારા નામાંકિત કરાયેલી દેશની બેસ્ટ PM SHRI શાળાઓમાં ભરૂચ જિલ્લાની PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળાનો સમાવેશ થયો છે. શાળા માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતી સીમિત ન રહેતાબાળકોને જીવનની તમામ સમસ્યાઓ સામે તૈયાર કરવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે કૌશલ્યવર્ધક તાલીમ આપવાના NEP ના લક્ષ્યને સાર્થક કરી રહી છે.

    શ્રી કૃષ્ણ આશ્રમશાળામાં NEP ૨૦૨૦ ના ઉદ્દેશ્યોને આધારે અભ્યાસક્રમ ઉપરાંત વોકેશનલ ટ્રેનિંગ જેવી કે ફૂડ મેકિંગ સ્કિલએગ્રીકલ્ચરરમત-ગમતસાંસ્કૃતિક કલાગણિત વિજ્ઞાન મંડળ વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ નિયમિતપણે ચલાવવામાં આવી રહી છે. આદિજાતિ વિકાસ વિભાગગાંધીનગર હસ્તકની આ PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળાથવા જી.ભરૂચતેના આ પ્રયાસોને કારણે અગ્રેસર રહીજેની નોંધ શિક્ષણ મંત્રાલયનવી દિલ્હી અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી હતી.

       આ ગૌરવપૂર્ણ ક્ષણે શાળાના વિકાસ માટે ગ્રામ નિર્માણ કેળવણી મંડળના પ્રમુખ યોગેશ જોશીટ્રસ્ટી રાજુભાઈ માંગરોલા અને શાળાના આચાર્ય શ્રી રંજનબેન વસાવા દ્વારા લેવામાં આવેલી સવિશેષ કાળજી અને સતત પ્રયત્નો પ્રશંસનીય છે.

    નવી દિલ્હીથી પ્રસારિત થયેલા આ ઘોષણા કાર્યક્રમને નિહાળવા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી શ્રી માનસિંગ માંગરોલાટ્રસ્ટી શ્રી નાનાલાલ, BRC કો-ઓર્ડીનેટર સુધાબેન વસાવામહેશભાઈ પરીખ (જિલ્લા QEM કો.ઓર્ડીનેટર)ચૈતાલીબેન (જિલ્લા IED/AR&VE), તથા પ્રવિણાબેન (જિલ્લા ગર્લ્સ એજ્યુકેશન કો-ઓર્ડીનેટર)તેમજ PM SHRI શાળાના શિક્ષકોબાળકો સહિત વાલીઓ પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

     અંતે, PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના પ્રિન્સિપાલ રંજનબેન વસાવાએ આ ગર્વની લાગણી સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સિદ્ધિ ભરૂચ જિલ્લા માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે અને શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરે છે.

   અત્રે ઉલ્લેનિય છે કેઅખિલ ભારતીય શિક્ષા સંગમ એ ભારતીય શિક્ષણ પ્રણાલીને વધુ સુદૃઢસમાવેશી અને ભવિષ્યલક્ષી બનાવવા માટેનું એક વ્યૂહાત્મક સંમેલન હતું. આ સંગમ NEP 2020 ના અમલીકરણના પાંચ પરિવર્તનશીલ વર્ષોની પ્રગતિની સમીક્ષા અને ભવિષ્યની દિશા પર ચર્ચા-વિચારણા કરવા માટે યોજાયો હતોજે ભારતના શૈક્ષણિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. તેમ PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવા દ્વારા મળેલી એક અખબારી યાદીમાં  જણાવવામાં આવ્યું હતું.


Share

Related posts

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ લક્ષ્ય 2026 તરફના તેના ધ્યેય અંતર્ગત સમય કરતાં પહેલા 75% નો રિટેલ લોનપોર્ટફોલિયો હાંસલ કર્યો

ProudOfGujarat

લઠ્ઠાકાંડ : ભાવનગરની હોસ્પિટલમાંથી 13 જેટલા દર્દી ગાયબ થઈ જતાં પોલીસ દોડતી થઈ.

ProudOfGujarat

સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદ વીરના પરિવારની મદદ માટે લખ્યો પત્ર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!