Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શ્રી પરશુરામ સંગઠન દ્વારા માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ગણેશ મૂર્તિ મેકિંગ કાર્યક્રમ…

Share

ભરૂચ

શ્રી પરશુરામ સંગઠને તેમના 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 12 મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, આ નિમિત્તે શ્રી પરશુરામ સંગઠન દ્વારા માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી જુના ભરૂચ સ્થિત યુનિયન હાઈસ્કૂલ ખાતે ગણેશ મૂર્તિ બનાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો,
યુનિયન હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં માં નર્મદા મૂર્તિ આર્ટના મૂર્તિકાર દિવ્યેશભાઈ જગતાપે 40 જેટલા વિદ્યાર્થીઓને માટીમાંથી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ કેવી રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું, આજના પીઓપીના સમયમાં માટીની મૂર્તિઓ બનાવવાની આ પ્રવૃત્તિએ બાળકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો,
આ પ્રંસગે રોટરી કોમ્યુનિટી કોપ્સ ના નવનિયુક્ત પ્રમુખ જ્હાન્વી દર્શન, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના યુવા પ્રમુખ પાર્થ ભટ્ટ, જાણીતા મૂર્તિકાર દિવ્યેશ જગતાપ, યુનિયન સ્કૂલના આચાર્ય વિજયસિંહ સિંધા,વસંતભાઈ વલવી શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત,રાજકુમાર દુબે, પ્રશાંત પાઠક,યસ પાઠક સહિતનાઓ જોડાયા હતા,
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેમને ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. શ્રી પરશુરામ સંગઠન અને માં નર્મદા મૂર્તિ આર્ટનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે,

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરમાં વરસાદે પાલિકાની પોલ ખુલ્લી પાડી…

ProudOfGujarat

પાલેજની રાષ્ટ્રીયકૃત બેન્કો બહાર સહાયની રકમ ઉપાડવા મહિલાઓની લાંબી કતારો લાગી.

ProudOfGujarat

ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર કરાઇ વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!