Proud of Gujarat
bharuchCrime & scandalEntertainmentFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મારી સામે આંખો કેમ કાઢતો હતો તેમ કહેતાં બે રીક્ષા ચાલક બાખડ્યાં

Share

ભરૂચ શહેરના કસક સર્કલ પાસે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચના કસક મોજમપુર વિસ્તારમાં રહેતો હારૂન સુલેમાન ચોહાણ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે બપોરના સમયે તે તેની રીક્ષમાં એક પાર્સલ લઇને અંક્લેશ્વરના ઉમરવાડા મુકવા માટે જઇ રહ્યો હતો. તે વેળાં ગડખોલ પાટિયા પાસે પહોંચતાં મોઇન ઉર્ફે મરઘી તેની રીક્ષામાં પેસેન્જર ભરીને અંક્લેશ્વર તરફ જતો હોઇ તેણે તેની રીક્ષા ઓવરટેક કરતી વળાં હારૂનને જોઇને આંખો કાઢવા લાગ્યો હતો. અને ત્યાંથી નિકળી ગયો હતો. જે બાદ હારૂન ચૌહાણે ઉમરવાાડા ખાતે પાર્સલ મુકીને પરત શિતલ સર્કલ ખાતે આવ્યો હતો. તે વેળાં રેલવે સ્ટેશનની સામે મોઇન ઉર્ફે મરઘી તેમજ ઇલ્યાસ એક રીક્ષામાં બેસીને બીજા માણસો સાથે જમી રહ્યો હતો. તે વેળાં હારૂને મોઇન પાસે જઇને તુ  ગડખોલ પાટિયા પાસેથી પસાર થતી વેળાં મારી સામે જોઇને કેમ આંખો કાઢતો હતો તેમ કહેતાં મોઇન ઉર્ફે મરઘી અચાનક ઉશ્કેરાઇ ગયો હતો. તેણે આવેશમાં આવી લાકડાનો સપાટો લઇ હારૂનને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બીજી તરફ તેનો અન્ય એક સાથી ઇલ્યાસે પણ તેણે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. બનાવી સંદર્ભે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ રેલવે સ્ટેશન પાસે ભયાનક અકસ્માત: બે ટ્રક વચ્ચે કાર બની સેન્ડવીચ, સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં

ProudOfGujarat

ભરૂચ : વિલાયત SEZ ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ..

ProudOfGujarat

પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને કૌશલ્ય – ધ સ્કીલ યુનિવર્સિટીએ વુડવર્કિંગ અને પ્લમ્બિંગમાં એડવાન્સ સ્કીલ્સ માટે દેશનું પ્રથમ સેન્ટર શરૂ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!