Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પણિયાદરા ગામ પાસેથી પસાર થતાં ટેમ્પોનો બે શખ્સોએ પત્થર મારી કાંચ તોડ્યો

Share

બન્નેને પકડીને દહેજ પોલીસને હવાલે કરી, ફરિયાદ નોંધાવી
ભરૂચ.
હાંસોટના મોથિયા ગામે ભરવાડ ફળિયામાં રહેતાં શંકર સામંત ભરવાડ દહેજ જીઆઇડીસી વિસ્તારમાં સંભેટી ગામે આવેલી ડેરામીક કંપનીમાં પોતાનો ટેમ્પો લઇને ગયાં હતાં. કંપનીમાંથી કાર્ટૂન બોક્ષ ભરીને તેઓ અમદાવાદ જવા માટે નિકળ્યાં હતાં. વડદલા ગામે તેમના સંબંધી રહેતાં હોઇ તેઓએ તેમના ત્યાં થોડો સમય રોકાયાં બાદ ટેમ્પો લઇને અમદાવાદ જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં પણિયાદરા ગામની ચોકડી પાસેથી તેઓ પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાંએક બાઇક લઇને ઉભેલાં બે શખ્સોએ અચાનક તેમના ટેમ્પો પર પથ્થર મારો કરતાં ટ્રકનો મેઇન કાચ તેમજ ડ્રાઇવર સાઇડનો કાચ તુટી  ગયો હતો. તેમણે ટેમ્પો રોડની સાઇડમાં ઉભો રાખતાં બાઇક સવાર બન્ને ત્યાંથી ભાગી ગયાં હતાં. તેમણે તેમના સંબંધીઓને ઘટનાની જાણ કરતાં તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. અરસામાં પત્થર મારનારા બે યુવાનો પણ પણ ત્યાં પરત આવતાં તેમણે તેમને રોકી પુછતાં તેઓએ અમે અહીંના લોકલ છે.  તેમ કહીં તેમને જાનથી મારવાની ધમકીઓ આપી હતી. જોકે, તેમણે બન્નેને દહેજ પોલીસને હવાલે કરતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

વાઇપર સાપ પકડાતા ભયનો માહોલ સર્જાયો જાણો ક્યાં…???

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કુલ 4 લોકોનાં કોરોના સંક્રમણનાં કારણે મોત નિપજતા જીલ્લામાં કોરોના મૃત્યુની સંખ્યા 10 ઉપર પહોંચી છે.

ProudOfGujarat

વડોદરા મનપા દ્વારા રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!