Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં મહિલા ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી

Share

ભરૂચ.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ચોકીના સ્ટાફે ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા એક મહિલાને પકડી પાડી છે. બિહારના ભાગલપુર જિલ્લાના મૂળ રહેવાસી અને હાલમાં સારંગપુર, લક્ષ્મણનગર, મંગલદિપ સોસાયટીમાં રહેતી ગુલશનદેવી (ઉંમર 45) સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં રેલ્વે પાટા પાસે રહેતા “કાલુ” નામના અજ્ઞાત વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો મેળવી આવતી હતી.ગુલશનદેવી નામની મહિલા ગાંજાની નાની પડિકીઓ બનાવી છૂટક વેચાણ કરતી હતી. પોલીસે તેના ઘરનાં રસોડાની અભરાય ઉપરથી 1.542 કિલોગ્રામ ગાંજો (કિંમત ₹15,420) સહિત કુલ ₹18,920નો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં બે મોબાઇલ ફોન અને અન્ય સામાનનો સમાવેશ થાય છે. જીઆઇડીસી પોલીસે ગુલશનદેવી વિરુદ્ધ એન.ડી.પી.એસ. ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ દરમિયાન સપ્લાયર “કાલુ” ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં શનિવારે ૧૭૭૧૬ છાત્રો ૬૪ કેન્દ્ર પર કેટની પરીક્ષા આપશે

ProudOfGujarat

ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં માછલીઓના મોત : છેલ્લાં 10 વર્ષ ઉપરાંતથી પાલિકા તળાવનું નવિનીકરણ નથી કરી શકી

ProudOfGujarat

જર્મની ગણરાજયનાં ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લીન્ડનરે પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!