Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શુકલતીર્થ-કડોદ માર્ગ પર યુવકે ટ્રક નીચે કુદી આત્મહત્યા કરી

Share

નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

। ભરૂચ ।

Advertisement

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ અને કડોદ વચ્ચેના માર્ગ પર એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં એક યુવાને હાઈવા ટ્રક નીચે કુદી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. સમગ્ર ઘટના નજીકના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. શુકલતીર્થ આઉટપોસ્ટ પોલીસને માર્ગ અકસ્માતમાં એક વ્યકિતના મોતની જાણ થતા તરત જ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યુ કે, કરમાડ ગામના નિલેશ રતિલાલ વસાવા નામના યુવકે દોડીને આવતી હાઈવા ટ્રક સામે કુદીને આપઘાત કર્યો હતો. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલા જ ટ્રકના ટાયર ફરી વળતા સેકન્ડોમાં જ યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતુ. સીસીટીવી ફૂટેજમાં યુવક ટ્રક તરફ

દોડતો અને તેની નીચે કૂદતો સ્પષ્ટ જોવા મળે છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકે આ પગલુ શા માટે ભર્યુ તે અંગે હાલ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી અને પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે.


Share

Related posts

નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતમાં ૮૦.૮૪ ટકા મતદાન નોંધાયું.

ProudOfGujarat

માંગરોળ અને ઉમરપાડામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરિયાત મંદ લોકોને 150 જેટલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

વિરમગામ ના દસલાણા ગામ પાસે ઘાયલ થયેલ મોરને જીવદયા પ્રેમીઓએ સારવાર આપી જીવ બચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!