Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમ આદમી પાર્ટી દ્વારા લારીધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

Share

 

ભરૂચ જિલ્લામાં સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસે વર્ષોથી રોજીરોટી ચલાવતા શાકભાજી અને ફળના નાના લારીધારકોને હટાવવામાં આવતા મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
પાર્ટીના પ્રતિનિધિઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે નગરપાલિકા વિસ્તારમાં સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસે ઘણા વર્ષોથી નાના વેપારીઓ લારીધંધા દ્વારા પોતાની આજીવિકા ચલાવી રહ્યા હતા. અચાનક ગેરકાયદેસર હોવાનો કારણ દર્શાવી તેમને સ્થળ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ તમામ લારીધારકો દૈનિક કમાણી પર નિર્ભર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના સભ્યો છે, અને તેમની રોજગારનું એકમાત્ર સાધન લારીધંધો જ છે.
તા. 02 જાન્યુઆરીના રોજ લારીધારકો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં યોગ્ય અને કાનૂની વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે, આજદિન સુધી કોઈ વ્યવહારુ અને સંતોષકારક નિર્ણય લેવામાં આવ્યો નથી, તેવી રજૂઆત પાર્ટીએ કરી છે.
આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે લારીધારકોને તાત્કાલિક વૈકલ્પિક કાનૂની જગ્યા ફાળવવામાં આવે તેમજ સત્તાવાર વેન્ડિંગ ઝોન જાહેર કરી નિયમબદ્ધ વ્યવસ્થા ઉભી કરવામાં આવે. માંગણીઓ ન સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Advertisement

Share

Related posts

માંગરોળના વેરાકુઈ ગામે ઓવરલોડેડ કપચી ભરેલા ટ્રક ડમ્પરોને કારણે વાહન ચાલકો પરેશાન.

ProudOfGujarat

ભરૂચનાં જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોગ દીવસની ઉજવણીને અનુલક્ષીને પ્રાંત અધિકારી યુ.એન. જાડેજાએ વિઝીટ કરી તલસ્પર્શી નિરિક્ષણ કર્યું

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ની મળેલ સામાન્ય સભા ની મિનિટ્સ માં કેટલાક પ્રશ્ર્નો ની નોંધ કરવામાં ન આવતા વિપક્ષ ના સભ્યો એ ચીફ ઓફિસર ને રજૂઆત કરી હતી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!