Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાજ્યભરની પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે ભરૂચમાં પણ એલર્ટ

Share

 

ભરૂચ.

Advertisement

રાજ્યભરની પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્ર સતર્ક બની ગયું છે. ભરૂચ શહેરમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભરૂચના લાલબજાર વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને ધમકીભર્યો ઇમેલ મળતા હડકંપ મચી ગયો હતો. જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કચેરીમાં હાજર કર્મચારીઓ તેમજ પાસપોર્ટ માટે આવેલા અરજદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા સમગ્ર પરિસર ખાલી કરાવી સીલ કરવામાં આવ્યું હતું. બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમને બોલાવીને સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી હતી, જોકે પ્રાથમિક તપાસમાં કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી તેવી માહિતી મળી રહી છે.
રાજ્યની અન્ય પાસપોર્ટ કચેરીઓમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ દ્વારા ઇમેલના સોર્સ અંગે સાયબર ક્રાઇમ ટીમની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટનાને પગલે અરજદારોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી.


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના બીજા ત્રિમાસિકના પરિણામો – ચોખ્ખો નફો ૧૮.૧% વધીને રૂ. ૮૨૦ કરોડ થયો;

ProudOfGujarat

ભરૂચ ના અંકલેશ્વર ખાતે આવેલ જુના દિવા ગામના પરિવાર ના પાંચ સભ્યોના ઘર માં નિગ્રો દ્વારા લાગાવેલ આગ ના કારણે આફ્રિકામાં મોત થયા હતા

ProudOfGujarat

ભરૂચ-વિલાયત-સાયખા GIDC માટે GSRTCની નવી બસ સેવા શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!