Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા વોર્ડ નંબર 13 અને 14 માં પહોંચી

Share

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 1 થી 16 માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે, આ યાત્રા થકી છેવાડાના વિસ્તારોમાં કેન્દ્ર સરકારની તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે લાભાર્થીઓને જાણકારી આપવામાં આવે છે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ વોર્ડ નંબર 13 અને 14 માં પરિભ્રમણ કર્યું હતું.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું વોર્ડ નંબર 13 અને 14 માં આમંત્રિત મહેમાનો દ્વારા રથનું કુમકુમ તિલક કરી પૂજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિનામૂલ્યે આરોગ્યની ચકાસણી ના કેમ્પ/ આધાર કાર્ડ /આભા કાર્ડ સહિતની સેવાઓ વિવિધ વિસ્તારોમાં આ યાત્રા પૂરી પાડી રહી છે, કેન્દ્ર સરકારની તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના BLC ઘટકના લાભાર્થીને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. *મેરી કહાની મેરી જુબાની* અંતર્ગત સરકારશ્રીની યોજનાઓ વિષયક લાભાર્થીઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા આમંત્રિત મહેમાનો તથા શ્રોતાઓએ શપથ ગ્રહણ કરી પ્રધાનમંત્રીનો રેકોર્ડેડ સંદેશ સાથે મળી નિહાળ્યો હતો.

વોર્ડ નંબર 13 માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે ઉપસ્થિત શ્રોતા ગણને જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ જ્યારથી દેશની ધુરા સંભાળી છે ત્યારથી અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ તમામ યોજનાઓ ખરાં લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે શરૂઆત કરવામાં આવી હતી. આ યાત્રા પરિભ્રમણ કરીને આજે વોર્ડ નંબર 13 માં આવી પહોંચી છે અહીં ઉપસ્થિત સૌ યોજનાના લાભાર્થીઓ અને શ્રોતાઓને જણાવતા આનંદ થાય છે કે ગતિશીલ ગુજરાતમાં આજે આયુષ્યમાન કાર્ડ ઉજ્વલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓ અમલમાં છે આ યોજનાઓ સમાજના નબળા વર્ગ સુધી પહોંચે તે માટે આ યાત્રાનું આપણે અહીં ઉષ્માભેર સ્વાગત કર્યું છે.

Advertisement

વોર્ડ નંબર 14 માં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વોર્ડ નંબર 14 ના કોર્પોરેટર મનીષભાઈ કટારીયાએ શ્રોતાઓને સંબોધતા જણાવ્યું હતું કે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વોર્ડ નંબર 14 માં આવી છે, આ યાત્રા થકી વંચિત લાભાર્થીઓને અહીંથી કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારને યોજનાઓ વિશે વિગતો પૂરી પાડવામાં આવશે, આજે લારી ચલાવતા વ્યક્તિ માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા યોજનાઓ અમલમાં છે, સરકાર દ્વારા છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તેને પણ જીવન જરૂરિયાતની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવો રહ્યો છે, આરોગ્યની સવલતો હોય કે પછી સામાન્ય વ્યક્તિને લોન ની જરૂરિયાત હોય, દરેક સમયે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સામાન્ય વ્યક્તિની ચિંતા કરી વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે , અત્રે વોર્ડ નંબર 14 માં વિનામૂલ્યે આરોગ્ય ચકાસણીના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રકારની અનેક યોજનાઓ સરકાર દ્વારા અમલમાં છે, જે યોજનાઓ ખરાં લાભાર્થી સુધી પહોંચે તે માટે અત્રે અહીં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ શ્રોતાઓને યોજનાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા ખરેખર આ યાત્રાનો ઉદ્દેશ્ય રાજ્યના શહેરી વિસ્તારોમાં સ્લમ વિસ્તારોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચે તેવો રહ્યો છે યોજનાઓની વાત કરીએ તો આયુષ્યમાન ભારત આ યોજના થકી અનેક લોકોએ ગંભીર બીમારીમાં વિનામૂલ્યે સારી હોસ્પિટલોમાં સારવાર મેળવે છે ઉજ્વલા યોજના થકી બહેનોને રાંધણ ગેસના બાટલા અને ચૂલા વિતરણ કરવામાં આવ્યા છે જેના થકી આજે ગ્રામ્ય સમાજમાં બહેનો પૌરાણિક સમયમાં જે ચૂલાઓ ફૂક્તિ હતી તેનાથી મુક્તિ મળી છે, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દેશના નાનામાં નાના વ્યક્તિનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે, પ્રધાનમંત્રી શ્રી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવ્યું છે, આપણે સૌ સાથે મળી આપણી ગલી, મહોલ્લો અને ગામને સ્વચ્છ રાખીએ તે માટે પણ ઉપસ્થિત શ્રોતાઓને પ્રોત્સાહિત કર્યા હતા , વંદે ભારત ટ્રેન એ જામનગર થી અમદાવાદ સુધી માત્ર ચાર કલાકની અંદર પહોંચાડે છે, આ ટ્રેન સંપૂર્ણપણે ભારતીય બનાવટની છે, જે જામનગરના ઔદ્યોગિક એકમો તથા અનેક લોકો માટે ફળદાય નીવળશે, સરકારશ્રી દ્વારા તાજેતરમાં વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવી છે જે યોજના થકી લાભાર્થીને સામાન્ય વ્યાજ સાથે લોન સ્વરૂપે સીધી રૂપિયા એક લાખની સહાય આપવામાં આવશે પોતાના વ્યવસાયને આગળ ધપાવવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી એ પારંપરિક વ્યવસાયિકોની પણ ચિંતા કરી વિશ્વકર્મા યોજના અમલમાં લાવી પરંપરાગત વ્યવસાયિકો પણ પોતાનો વ્યવસાય આગળ વધારી શકે તે માટેની આ યોજનામાં જોગવાઈ કરવામાં આવી છે, અનેક યોજનાઓ આજે અમલમાં છે આ તમામ યોજનાઓનું ખરા લાભાર્થીઓ લાભ મેળવે તે સહિતની વિગતો ધારાસભ્ય શ્રી એ આપી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કમિશનર ડી. એન. મોદી સાહેબ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર બબીતાબેન લાલવાણી, શ્રી પ્રવિણાબેન રુપડીયા, સ્લમ શાખાના નાયબ ઇજનેર અશોકભાઈ જોશી, AMC ટેક્સ તથા ઇન્ચાર્જ નાયબ કમિશનર જીગ્નેશ નિર્મલ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના ઇન્ચાર્જ રાજુભાઈ યાદવ, વોર્ડ પ્રમુખ મુકેશભાઈ વસોયા, મહામંત્રી હરેશભાઈ નંદા, ભરતભાઈ માનસાતા, ભાજપ કાર્યાલય મંત્રી નિશાંત અઘાડા, યુવા મોરચાના વોર્ડ પ્રમુખ મોહિતભાઈ કનખરા, / વોર્ડ નંબર 14 માં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા વોર્ડ નંબર 14 ના કોર્પોરેટર મનીષભાઈ કટારીયા વોર્ડ નંબર 14 ના કોર્પોરેટર શારદાબેન વિંઝુડા, જીતેશભાઈ શિંગાળા, લીલાબેન ભદ્રા, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિનેશભાઈ ગજરા, શહેર બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ મેપાભાઇ આહીર, મહામંત્રી દિનેશભાઈ ભદ્રા, ભાવિનભાઈ વસિયર, વોર્ડ યુવા મોરચાના પ્રમુખ મોહનભાઈ ગઢવી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પરષોત્તમભાઈ કકનાણી, પ્રકાશભાઈ કનખરા, જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ, શહેર સંગઠનના હોદ્દેદારો, આરોગ્ય વિભાગના ડોક્ટરની ટીમ, બહોળા પ્રમાણમાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ અને અદાણી ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે કવચીયા ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

વડોદરામાં કોરોનાના સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

ઝઘડિયામાં વાહન ચોરીના વધતા બનાવોથી જનતા ચિંતિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!