Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં કોરોનાના સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ.

Share

વડોદરા જિલ્લાના પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને આજે સર્કિટ હાઉસ વડોદરા ખાતે કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં પ્રભારી મંત્રીએ વડોદરા શહેર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, રેપીડ ટેસ્ટ, વેક્સીનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારે જણાવ્યું કે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વડોદરા શહેર જિલ્લામાં સારી કામગીરી કરવામાં આવી હતી. કોરોનાના નવા રૂપ ઓમીક્રોન સામે લડવા આપણને કોઇપણ બાબતમાં ચૂક કરવી પાલવે તેમ નથી. કોરોનાનો સંભવિત ત્રીજો વેવ આવે તે માટેની પૂર્વ તૈયારી જ કોરોનાને નાથવાં માટેનો ઉપાય છે. કોરોનાથી બચવાનો ઉપાય તકેદારી છે તેમ જણાવી તેમણે કહ્યું કે, કોરોના સામે સંરક્ષિત થવાં વધુને વધુ લોકો રસીકરણ કરાવે તે સમયની માંગ છે.

Advertisement

મંત્રીએ જિલ્લામાં કોરોનાના બેડની સ્થિતિ, ઓક્સીજનની ઉપલબ્ધતા, જરૂરી દવાનો જથ્થો વગેરેની સમીક્ષા કરી આકસ્મિક સંજોગોમાં પુરતી તૈયારીઓ રાખવાં માટેની સૂચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. મંત્રીએ વડોદરા શહેરના સરકારી દવાખાનાઓની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેકટર આર.બી.બારડે જણાવ્યું કે વડોદરા શહેર જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેર સહિત જિલ્લામાં જરૂરી બેડ, ઓક્સીજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. જિલ્લાના ૩૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં કોવિડ સારવાર માટેની ઉચિત વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં PSA ઓક્સીજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા સાથે સતત ટેસ્ટીગ અને ટ્રીટમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે.

કલેકટર એ વડોદરા શહેર જિલ્લામાં કોવીડની હાલની પરિસ્થિતિ, સારવાર માટે લેવામાં આવેલ વિવિધ પગલાં તેમજ કોરોનાને નિયંત્રિત કરવા માટે હાથ ધરવામાં આવેલ કામગીરી ની વિસ્તૃત વિગતો આપી હતી. આ બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા, અગ્રણી વિજયભાઈ શાહ, અશ્વિનભાઈ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, આરોગ્ય અમલદાર ડો. સુરેન્દ્ર જૈન, ડો.દેવેશ પટેલ, ડો.તિલાવત, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Share

Related posts

ગાંધીનગર : કલોલમાં કોલેરાગ્રસ્ત વિસ્તારમાંથી વધુ 18 શંકાસ્પદ કેસ મળ્યા, કુલ આંકડો 116 પર પહોંચ્યો

ProudOfGujarat

નવનિર્મિત મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથાનુ ભવ્ય આયોજન

ProudOfGujarat

સુરત : ચોમાસાને લઈને પાલિકાની કામગીરી શરૂ : વિયર કમ કોઝવેના બે દરવાજા તાત્કાલિક ધોરણે ખોલાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!