Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર- હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક !

Share

અંકલેશ્વર અને હાસોટ પંથકમાં જન્માષ્ટમીની રાત્રીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ વરસાદે વિરામ લીધો હતો જેના કારણે ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. બીજી તરફ આજે સવારથી પણ ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. હાસોટ પંથકમાં વીતેલા 24 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો અંકલેશ્વરમાં 12 મી.મી.વરસાદ વરસ્યો છે. જોકે ધીમીધારે ઝરમર વરસાદ વરસતા વાતાવરણ પ્રફુલિત થયું છે. હાંસોટના ઈલાવ,સાહોલ, સુણેવ તેમજ અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

Advertisement

Share

Related posts

ભરૂચ : રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી લૂંટ કરતી ટોળકી આખરે જેલના સળિયા પાછળ ધકેલાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ના કુરચણ ગામ ખાતે આદિવાસી સમાજ ના લોકોને ગ્રામ પંચાયત તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે કલેકટર ને અપાયું આવેદન પત્ર

ProudOfGujarat

ચૂંટણી, NRI સિઝન, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના કારણે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા અધધ એરક્રાફ્ટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!