Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર રોડના ઓરિયન્ટ આર્કેટમાં મેડિકલ સ્ટોરમાં ૪૭ હજારની ચોરી

Share

તસ્કરોએ હેક્સો બ્લેડ કે અન્ય કોઈ સાધન વડે શટરનું તાળું કાપી નાંખ્યુ
ભરૂચ.
ભરૂચના ઓરિયન્ટ આર્કેટમાં આવેલી એક મેડિકલ સ્ટોરમાં તસ્કરોએ ગાટકી ૪૭ હજારનો હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં ઓરિયન્ટ આર્કેટમાં આવેલી ફેમિલી મેડિસન્સ નામની દુકાનને રાત્રીના સમયે તસ્કર ટોળકીએ ટાર્ગેટ બનાવી હતી. તસ્કરોએ રાત્રીના સમયગાળા દરમિયાન મેડિકલ સ્ટોરના શટરનું તાળું કોઈ હથિયાર વડે કાપી નાંખી શટર ખોલી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ગલ્લામાં મુકેલાં રોકડા ૪૭ હજાર તેમજ અન્ય સામાનની ચોરી કરી હતી. તસ્કરોએ કોમ્પ્યુટરની હાર્ડડિસ્ક પણ કાઢી ગયાં હતાં. દુકાનના સંચાલક ચિરાગ ફડદુ સવારે આઠેક વાગ્યાના અરસામાં નિત્યક્રમ મુજબ તેમની મેડિકલ સ્ટોર પર આવતાં તેમણે શટરનું તાળુ કપાયેલી હાલતમાં જોતાં તેમને ધ્રાસકો લાગ્યો હતો. દુકાન ખોલી અંદર જઈ જોતાં દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે કરિયાદ નોંધાવવાની કવાયત હાથ ધરી હતી.

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ૬ નવા કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંક ૧૮૪

ProudOfGujarat

સંસદના ચોમાસુ સત્રમાં થયેલી કાર્યવાહી અંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નડિયાદના પત્રકારોને સંબોધન

ProudOfGujarat

અંકલેશ્વર ના વિમલ પારસ ધર્મ સ્થાને પ્રવચન માળા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!