Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમિક્ષા બેઠક યોજાઈ હતી.

Share

ભરૂચ
આ બેઠકમાં કલેકટરના અધ્યક્ષસ્થાનથી વિવિધ એજન્ડાની ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની સંખ્યા અને તેનો વિસ્તારપ્રાકૃતિક કૃષિ પોર્ટલ આઈ – ખેડૂત પર એન્ટ્રીજિલ્લામાં મોડલ ફાર્મની પરિસ્થિતિ અને તાલીમસોઈલ હેલ્થ કાર્ડની કેસ સ્ટડીથી આવેલા વિવિધ પરિવર્તનોતેમજ પ્રાકૃતિક કૃષિના ઉત્પાદન અને વેચાણ વગેરે જેવા એજન્ડાઓ અંગે અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડતા જણાવ્યું હતું કે જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મળેખેડૂતોને તેમની ખેત પેદાશનો પોષણક્ષમ ભાવ મળી રહે તેવી કામગીરી કરી તેના આગામી આયોજન માટે સવિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે માટે સંલગ્ન તમામ વિભાગોએ સૂચારું રૂપથી એકબીજાના સંકલનમાં રહી આયોજનને આધારે કામગીરી કરે તે સુનિશ્રિત કરવા જણાવ્યું હતું. આ બેઠકમાંજિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેપ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માશ્રીકૃષિ વૈજ્ઞાનિકઓ, નાયબ ખેતી નિયામકનાયબ બાગાયત નિયામક,નાયબ પશુપાલન નિયામક તથા સમગ્ર પ્રાકૃતિક કૃષિ ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

કરજણ તાલુકા પંચાયતના કોંગ્રેસના વિજેતા સદસ્યોને ગ્રાન્ટ ફાળવવા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાઇ રજુઆત.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં ગત વર્ષે ઓછા વરસાદને કારણે ઉનાળાના સમયમાં તળાવો સુકાઈ જતા ખેડૂતો સિંચાઇ માટે પાણી વિહોણા.

ProudOfGujarat

રાજપીપળા : ૩૬ માં નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અર્થે નર્મદા જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!