Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ખનીજ ચોરી અટકાવવા સરપ્રાઈઝ ચેકિંગ, ૫ ટ્રક ઝડપાયા, રૂા. ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત

Share

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ, ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભુસ્તરશાસ્ત્રીશ્રી ભરૂચની સુચનાથી ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આજરોજ વહેલી સવારે ઝગડિયા તાલુકાના વાઘપુરા રોડ, ભરૂચ ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી.  આ તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૫ વાહનો ટ્રક નંબર- (૧) GJ-06-AU-1108 (૨) GJ-03-AZ-1174 (૩) GJ-16-X-8015 (૪) GJ-09-Z-5250 (૫) GJ-06-AT-2413 ને સીઝ કરી કુલ- ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઇઝી બિલ્ડકોન સ્ટોક, વાઘપુરા રોડ, ખાતે રાખવામાં આવેલ છે. જે અંગેની નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવેલ છે.

   

Advertisement

Share

Related posts

ભાવનગર યુનિવર્સિટીનું બી કોમ. સેમે-6 ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહ જાડેજાનો દાવો

ProudOfGujarat

રાજપીપલામાં આયુર્વેદિક કોલેજમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ૨૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ.

ProudOfGujarat

ભરૂચ : વાલીયાનાં કોંઢ ગામ નજીક ટ્રકમાં આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!